ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે ટીકટોકથી જોડાયેલ ફેક મેસેજિસ

July 13, 2020
 334
ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે ટીકટોકથી જોડાયેલ ફેક મેસેજિસ

આ દિવસોમાં વ્હોટ્સએપ યુઝર્સને એક ખતરનાક સ્કેમ નો એલર્ટ આપવામાં આવી રહ્યો છે ભારત માં ટીકટોક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પરંતુ યુઝર્સને ટીકટોકને એક્સસ કરવાની લાલચ આપીને મલેશિયન એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સને મેસેજ આવી રહ્યા છે જેમાં લખ્યું છે તે ફક્ત એક લીંક પર ક્લિક કરીને ટીકટોકને એક્સેસ કરી શકે છે. આ યુઝર્સને એક સ્કેમમાં ફસાવાનું એક જાળ છે. જો તમને આવો કોઈ મેસેજ આવે તો એમાં ક્લિક ના કરવું કારણ કે આમાં તમે સ્કેમના શિકાર બનાવી શકે છે. હાલમાં આ સ્કેમ ફક્ત ભારતમાં જ સામે આવ્યું છે, જ્યાં સાઈબર ક્રીમીનલ્સ હાલમાંજ લગાડવામાં આવેલ ટીકટોક પર ના પ્રતિબંધનો ફાયદો ઉઠાવીને નિશાનો બનાવવા માંગે છે.

સોશિયલ પ્લેટફોર્મ પર એવા સેકડો ફેક મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં ટીકટોક ડાઉનલોડ કરવાની ઓફર આપવામાં આવી રહી છે. આ મેસેજ માં લખવામાં આવી રહ્યું છે કે, ટીકટોક વીડિઓ એન્જોય કરો અને ફરી એક વાર તમારા ક્રિએટીવ વીડિઓ બનાવો.હવે ફક્ત ટીકટોક પ્રો ઉપલબ્ધ છે જેને લીંક થી ડાઉનલોડ કરો. આવી લીંક યુઝર્સને APK ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહે છે અને કેમેરાથી લઈને માઇક સુધીની પરવાનગી લઈને એમની જાસુસી કરે છે. એટલે જ તમને જો આવો કોઈ મેસેજ આવે તો એમાં આપવામાં આવેલી લીંક પર ક્લિક ના કરો અને ના આવા કોઈ મેસેજને ફોરવોર્ડ કરો. ધ્યાન રાખો હવે ભારત માં આવી કોઈ પણ એપ કે લીંક ની મદદથી ટીકટોક હવે ફરી ચાલુ કરી શકશે નહિ.

Share: