બીએસએનએલે અનલીમીટેડ કોમ્બો પ્લાન્સ પર નક્કી કરી ડેલી કોલિંગ કેપ

August 06, 2019
 825
બીએસએનએલે અનલીમીટેડ કોમ્બો પ્લાન્સ પર નક્કી કરી ડેલી કોલિંગ કેપ

ભારતીય સંચાર નિગમ લીમીટેડે ડેલી કોલિંગને લઈને કસ્ટમર્સ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ ડેલી કોલિંગને મર્યાદિત કરવા માટે ડેલી કેપને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે જે હેઠળ વપરાશકર્તા દરરોજ ૨૫૦ મિનીટથી વધુ કોલિંગ કરી શકશે નહીં.

બીએસએનએલ કંપનીએ જાહેરાત કરી છે કે, પ્રતિદિવસ કોલિંગની મર્યાદા નક્કી કરવા માટે ‘ડેલી કેપ’ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ પોતાના ઓફીશીયલ સ્ટેટમેંટમાં જણાવ્યું છે કે, “અમે આ વાતને નોટીસ કરી છે કે, એવરજ તરીકે દરેક યુઝર્સ ૨૫૦ મિનીટથી વધુની આઉટગોઇંગ કોલ્સ કરી છે જેમાં એસટીડી, નેશનલ અને લોકલ કોલ્સ સામેલ છે. જો કસ્ટમરે ૧પૈસા/પ્રતિ સેકેન્ડનો દર વાળો પ્લાન રિચાર્જ કરાવ્યો છે તો તમને ૨૫૦ મીનીટોની લીમીટ સમાપ્ત કર્યા બાદ તેના પર ૧ પૈસા પ્રતિ સેકેન્ડના દરથી ચાર્જ લાગશે જે મધ્યરાત્રી સુધી લાગુ રહેશે.”

ડેલી કેપનો આ નિર્ણય ૧૮૬, ૪૨૯, ૪૮૫, ૬૬૬ અને ૧૬૯૯ ના અનલીમીટેડ કોલિંગ વાઉચર્સ પર લાગુ હશે. નવા દિવસથી કસ્ટમર માટે ૨૫૦ મીનીટોની લીમીટેડ વાળા ડેલી કેપ ફરીથી લાગુ થઈ જશે. તેનો સ્પસ્ટ અર્થ છે કે, આ પ્લાન્સ સંપૂર્ણપણે અનલીમીટેડ કોલિંગ વાળા પ્લાન્સ રહેશે નહીં. ટેલીકોમ નિષ્ણાતના મુજબ નફામાં વધારો કરવા માટે બીએસએનએલ દ્વ્રારા માતા એ નિર્ણયથી કસ્ટમર્સમાં નિરાશા આવશે.

Share: