એરટેલના આ પ્લાનમાં મળશે પહેલાથી ડબલ ફાયદો

December 21, 2018
 669
એરટેલના આ પ્લાનમાં મળશે પહેલાથી ડબલ ફાયદો

ટેલિકોમ કંપની એરટેલે માર્કેટમાં ૧૬૯ રૂપિયાનો નવો રિચાર્જ પેક લોન્ચ કર્યો છે. આ પેકમાં યુઝર્સને ૨૮ દિવસની વેલીડીટી સાથે ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા આપી રહી છે. આ અનલિમિટેડ કોમ્બો રિચાર્જ પેકને એરટલની વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવા પેકનો મુકાબલો વોડાફોનના ૧૬૯ રૂપિયા વાળા પેકથી થશે.

એરટેલ ૧૬૯ રૂપિયા

કંપનીના આ નવા પેકમાં યુઝર્સને દરરોજ ૧ જીબી ૩જી/૪જી ડેટા મળશે. તેના સિવાય અનલિમિટેડ નેશનલ કોલ અને દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રી આપવામાં આવશે.

વોડાફોન ૧૬૯ રૂપિયા

વોડાફોનના આ રિચાર્જ પેકમાં પણ દરરોજ ઉપયોગ માટે ૧ જીબી ડેટા, પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ અને ૨૮ ડીસ સુધી અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. બંને રિચાર્જ પેકમાં યુઝર્સ માટે ૨૮ જીબી ડેટા ઉપલબ્ધ હશે. તેમ છતાં, વોડાફોનના રિચાર્જ પેકમાં ખરેખર માં અનલિમિટેડ કોલની સુવિધા નથી. યુઝર્સ દરરોજ સર્વાધિક ૨૫૦ મિનીટ કોલ કરી શકે છે અને અઠવાડિયામાં ૧૦૦૦ મિનીટ છે.

ઉલ્લેખનીય છે કે, એરટેલે પોતાના ૧૯૯ રૂપિયાના પ્રીપેડ પેકમાં ફેરફાર કર્યો હતો. જેમાં કંપની હવે યુઝર્સને પહેલાના મુકાબલામાં વધુ ડેટા આપી રહી છે. પહેલા આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા ફેરફાર બાદ યુઝર્સને પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટા મળશે. જયારે પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. માનવામાં આવી રહ્યું છે કે, એરટેલના આ પ્લાનની ટક્કર જિયોના ૧૯૮ રૂપિયા વાળા પ્લાનથી થશે.

Share: