વ્હોટ્સએપને ટક્કર આપવા માટે ટેલીગ્રામ એપ્સે જોડ્યા એડવાન્સ ફીચર્સ

August 09, 2020
 962
વ્હોટ્સએપને ટક્કર આપવા માટે ટેલીગ્રામ એપ્સે જોડ્યા એડવાન્સ ફીચર્સ

વ્હોટ્સએપને ટક્કર આપવા માટે સોશિયલ મેસેજિંગ એપ ટેલીગ્રામે ઘણા એડવાન્સ ફીચર જોડ્યા છે. હવે તમને ટેલીગ્રામ પર ઇન એપ વિડીયો એડિટર, ટુ-સ્ટેપ વેરિફિકેશન, એનીમેટેડ સ્ટિકર, સ્પિકિંગ જીફ સહિત ઘણી સુવિધાઓ મળશે. મોબાઈલ મેસેજિંગ એપ પર તમે કોઈ પણ વિડીયો અથવા ફોટો પર એનીમેટેડ સ્પિકર પેસ્ટ કરી શકશો. ફોટો પર એનીમેટેડ સ્ટીકર ઓટોમેટીકલી જીફમાં બદલાઈ જશે.

તમે વિડીયો એડિટ કરવા સિવાય તેમની બ્રાઈટનેસ અને સેન્ચુરેશન પણ એડજસ્ટ કરી શકશો. એપે યુઝર્સ ચેટ અનુભવી વધારવા માટે નવા આકર્ષક સ્પીકિંગ જીઆઈએફ પણ એડ કરી છે. વિડીયો એનહેંસમેંટ ફીચરથી યુઝર્સ ડ્રાઈંગ દરમિયાન ઝૂમ-ઇન કરી શકશો.

નવા જીફ પેનલમાં દરેક રીતના ઈમોજી મળશે. ઈમોજીમાં તમે પહેલાથી જલ્દી જીફ ઈમેજ શોધી શકશો. સર્ચ રીઝલ્ટમાં કોઈ પણ જીફને હોલ્ડ કરી રાખવાથી તે કલેક્શનમાં સેવ થઈ શકશે.

સ્લીકર ઈંટરફેસથી યુઝર્સ માટે મેસેજ મોકલવો, એડિટ કરવો અને તેને ડીલીટ કરવો વધુ આકર્ષક હશે. ડીયો પ્લેયર પણ પહેલાથી શાનદાર હશે.

ફ્લેકિસબલ ફોલ્ડર ફીચરથી તમે પોતાની ચેટ લીસ્ટમાં કોઈ પણ ચેટ પર હોલ્ડ કરી તેને એક ફોલ્ડરમાં પેસ્ટ કરી શકો છો.

એપ્રિલ સુધીમાં ટેલીગ્રામના ૪૦૦ મીલીયનથી વધુ એક્ટીવ યુઝર્સ હતા. કંપનીનું કહેવું છે કે, આ વર્ષે સલામત ગ્રુપ વિડીયો કોલ કરવાની તેમની યોજના છે.

Share: