ફ્લિપકાર્ટ જલ્દી લોન્ચ કરી શકે છે ફ્રી વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ

August 07, 2019
 932
ફ્લિપકાર્ટ જલ્દી લોન્ચ કરી શકે છે ફ્રી વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ

પ્રમુખ ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાની એન્ડ્રોઇડ એપ પર ઓન ડીમાન્ડ વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ શરુ કરવાની વાત કહી છે. કંપની દ્વ્રારા શરુ કરવામાં આવનારી વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ ફ્રી હશે. ફ્લિપકાર્ટની સીધી ટક્કર હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ વિડીયોથી થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

ફ્લિપકાર્ટ પોતાની વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ દ્વ્રારા કુલ ૧૬ કરોડ ગ્રાહકોને જોડવાની તૈયારીમાં છે. સોમવારે કંપનીના પ્રવક્તાએ આધિકારિક નિવેદનમાં જણાવ્યું છે કે, ગ્રાહકોને ઓનલાઈન મોડમાં લાવવા માટે વિડીયો, ઈન્ટરનેટ અને મનોરંજનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફ્લિપકાર્ટે આગળ જણાવ્યું છે કે, તેનો મુકાબલો એમેઝોન પ્રાઈમ વિડીયોથી થશે જો કે એક માસિક સબ્સક્રિપ્શન વાળી વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ છે.

ફ્લિપકાર્ટની ફ્રી વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસમાં ગ્રાહકોને શોર્ટ ફિલ્મ, વેબ સીરીઝ અને શોર્ટ વિડીયો જોવા મળશે. ઓરીજનલ કન્ટેન્ટ માટે ફ્લિપકાર્ટ કોની સાથે ભાગીદારી કરશે એ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં ૧ ટકા ગ્રાહકો પર એપનું બીટા વર્ઝનની ટેસ્ટીંગ થઈ રહી છે અને આગામી ૨૦ દિવસમાં કંપની તેને લોન્ચ કરી શકે છે.

Share: