એરટેલની શાનદાર ઓફર, આઈફોન ખરીદવા પર ૩૬૦૦ રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ

July 16, 2020
 714
એરટેલની શાનદાર ઓફર, આઈફોન ખરીદવા પર ૩૬૦૦ રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ

એરટેલે એપ્પલની સાથે ભાગીદારી કરી પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર પ્રસ્તુત કરી દીધી છે. આ ઓફર હેઠળ એરટેલના યુઝર્સને નવા આઈફોન ૧૧ અને આઈફોન એક્સઆર ખરીદવામાં છુટ આપવામાં આવી રહી છે. તેનો ફાયદો માત્ર એરટેલના પોસ્ટપેડ યુઝર્સ ઉઠાવી શકે છે.

એરટેલની આ ઓફર ૧૫ જુલાઈથી લઈને ૧૦ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ચાલતી રહેશે. આ ઓફરમાં આઈફોન ૧૧ ખરીદવા પર ૩૪૦૦ રૂપિયા અને આઈફોન એક્સઆર ખરીદવા પર ૩૬૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફરનો ફાયદો મનપસંદ રીટેલ સ્ટોર્સ જેવા કે Chroma અને Apple Unicorn Stores દ્વ્રારા ઉઠાવી શકો છો.

આવી રીતે મળશે ડિસ્કાઉન્ટ પર આઈફોન

એરટેલના પોસ્ટપેડ ગ્રાહક એરટેલ થેન્ક્સ એપ દ્વ્રારા આ ડિસ્કાઉન્ટ ઓફરનો ઉપયોગ શકો છો. આ એપમાં યુઝર્સને કુપન મળશે, તેના પર Claim Now લખ્યું હશે જેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર બાદ ગ્રાહકોને એપ્પલની સાથે પોતાનો મોબાઈલ નંબર શેર કરી Proceed પર ક્લિક કરવું પડશે, પરંતુ તમે તેને પોતાના મિત્રો અથવા પરિવારના લોકોની સાથે નવા આઈફોન ખરીદવા માટે શેર કરી શકતા નથી.

Share: