બીએસએનએલ સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ માટે આટલા રૂપિયા આપવા પડશે

August 08, 2019
 943
બીએસએનએલ સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ માટે આટલા રૂપિયા આપવા પડશે

બીએસએનએલે ડેલી કોલિંગ કેપ લાગુ કર્યા બાદ હવે સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જમાં ફેરફાર કર્યો છે. પહેલા તમને બીએસએનએલ સીમ બદલવા માટે ૧૦૦ રૂપિયા આપવા પડતા હતા પરંતુ હવે કંપનીએ આ ચાર્જને ઘટાડી માત્ર ૫૦ રૂપિયા કરી દીધા છે. તેમ છતાં આ એક લીમીટેડ ઓફર અને તેનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓ પાસે મર્યાદિત સમય હશે.

બીએસએનએલ કંપનીનું આ લેટેસ્ટ પ્રમોશનલ ઓફર માત્ર થોડા સમય માટે છે અને તે પણ બધા સર્કલ્સમાં ઉપલબ્ધ છે. નવા સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જ ૩૧ ઓક્ટોબરના સમાપ્ત થશે ત્યાર બાદ ૧૦૦ રૂપિયાનો જુનો ચાર્જ લાગુ થઈ જશે. જો તમે ૪જી સર્વિસ પર અપગ્રેડ કરવા માંગો છો આ તમારા માટે યોગ્ય સમય છે.

તમને જણાવી દઈએ કે, બીએસએનએલે આ અગાઉ ૨૫૦ મીનીટોની ડેલી કોલિંગ કેપ લાગુ કર્યો છે જેના હેઠળ મધ્યરાત્રી સુધી યુઝર્સની પાસે ૨૫૦ મીનીટોની ફ્રી કોલિંગ લીમીટ હશે જેની સમાપ્તી બાદ તેના ઉપર ૧ પૈસા સેકેંડ મુજબથી ચાર્જ લાગશે. ૧૮૬, ૪૨૯, ૪૮૫ અને ૧૬૯૯ રૂપિયાના પ્લાન્સ પર આ ડેલી કોલિંગ કેપ લાગુ હશે જેનો અર્થ છે કે, આ પ્લાન્સ હવે સંપૂર્ણપણે ફ્રી કોલિંગ ઓફર કરશે નહીં.

Share: