સાઇબર એટેક : બિલ ગેટ્સ, ઓબામા, વોરન બફેટ, એપ્પલ સહિત દિગ્જ્જો ના એકાઉન્ટ હેક

July 16, 2020
 793
સાઇબર એટેક : બિલ ગેટ્સ, ઓબામા, વોરન બફેટ, એપ્પલ સહિત દિગ્જ્જો ના એકાઉન્ટ હેક

અમેરિકાની દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યા છે. એમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામા, માઈક્રોસોફ્ટ ના ફાઉન્ડર બિલ ગેટ્સ, દુનિયાના સૌથી અમિર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરન બફેટ સામેલ છે. આ ઉપરાંત અમેરિકા ના રાષ્ટ્રપતિ ચૂંટાણી ના ઉમેદવાર જો બિડેન ના ટ્વિટર હેન્ડલ પણ હેક કરી દેવામાં આવ્યું છે. આઈફોન ને બનાવવા વળી કંપની એપ્પલ પણ આ સાઇબર અટેક નો શિકાર બની છે.

સમાચાર મુજબ, બીટકોઇન ગોટાળાથી જોડાયેલા ટ્વિટર એકાઉનટથી ટ્વીટ કરવામાં આવી રહ્યા છે.આ દિગ્ગજો ને બીટફોઇન માં ડોનેટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર હેન્ડલ થી ટ્વિટ કરવામાં આવી રહ્યું છે કે જો એ પૈસા લગાવે છે તો એને બીટીસી ખાતામાં ડબલ કરી દેવામાં આવશે.

હેકરો એ માઈક્રોસોફ્ટ ના ફાઉન્ડર બિલ ગેટ્સ ના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યું છે, ' દરેક મને પાછું આપવા માટે કહી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે. હું આવતા 30 મિનિટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલા બધા પેમેન્ટ ડબલ કરી રહ્યો છું. તમે એક હજાર ડૉલર મોકલો અને હું બે હજાર ડૉલર પાછા મોકલાવીશ' પછી હું એમના એકાઉન્ટ માં થી મેસેજ ડીલીટ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આના થોડા સમય બાદ બીજા દિગ્ગજોના એકાઉન્ટ પણ હેક થવા લાગ્યા છે.

ટ્વિટર પર એક નિવેદન જારી કરતા કહ્યું કે કેસ ની તપાસ કરાઈ રહી છે અને આ બાબત માં અપડેટ કરી દેવામાં આવશે. આવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ હેકિંગ ના દરમિયાન થોડા સમય સેંકડો લોકોએ હેકરને લાખો ડૉલર મોકલી દીધા

થોડા સમય બાદ રોઈટર્સ ના અનુસાર , હાલ ના દિવસોમાં સૌથી મોટો સાઇબર અટેક છે. બિટકોઈન વાયા પૈસા ડબલ કરવાની પોસ્ટ પહેલા પણ સોસીઅલ મીડિયા પર દેખાઈ ચુક્યા છે, પરંતુ આ પેહલો મોકો છે કે જયારે દિગ્ગજ્ હસ્તિયોં ના એકાઉન્ટ ને હેક કરીને મેસેજ પોસ્ટ કરાઈ રહ્યા હોય.

બીટકોઇન એક જાતની વર્ચ્યુઅલ કરન્સી છે. આ બીજી કરન્સી જેમકે ડૉલર , રૂપિયા કે પાઉન્ડ ની જેમ વપરાઈ શકે છે. ઓનલાઇન પેમેન્ટ ના સિવાય આને ડૉલર અને બીજી એજેન્સી માં પણ એક્સચેન્જ કરી શકાય છે.આ કરન્સી બીટકોઈન રૂપ માં વર્ષ 2009માં ચલણ માં આવી હતી. આજે આનો વપરાશ ગ્લોબલ પેમેન્ટ માટે કરવામાં આવી રહ્યો છે.

Share: