એરટેલે બધા પ્રી-પેડ પ્લાન સાથે બંધ કરી આ ઓફર

July 17, 2020
 247
એરટેલે બધા પ્રી-પેડ પ્લાન સાથે બંધ કરી આ ઓફર

એરટેલે થોડા દિવસો પહેલા જ પોતાના પ્રીપેડ ગ્રાહકોને તાજેતરમાં ઝી૫ સબ્સક્રિપ્શન આપ્યું હતું પરંતુ હવે સમાચાર છે કે, કંપનીએ આ સેવાને બંધ કરી દીધી છે. આ ઓફરને એરટેલના ગ્રાહક ખૂબ પસંદ કરી રહ્યા હતા પરંતુ હવે કંપનીએ ઝટકો આપ્યો છે. એરટેલ આ ઓફર પોતાના ગ્રાહકોને એરટેલ થેન્ક્સ એપ દ્વ્રારા આપી રહી છે. ટેલીકોમટોકની રિપોર્ટ મુજબ એરટેલે ઝી૫ પ્રીનું સબ્સક્રિપ્શન આપવાનું બંધ કરી દીધું છે.

એરટેલ કેટલાક મનપસંદ પ્રીપેડ ગ્રાહકોને ત્રણ મહિના માટે ફ્રીમાં ઝી૫નું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું હતું, તેમ છતાં એરટેલના ૨૮૯ રૂપિયાવાળા પ્રી-પેડ પ્લાનમાં હજુ પણ ઝી૫ પ્રીમિયમનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનમાં ગ્રાહકોને ૨૮ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧.૫ જીબી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસની સુવિધા મળે છે. પ્રથમ ત્રણ મહિના માટે ઝી૫નું સબ્સક્રિપ્શન મળી રહ્યું હતું પરંતુ હવે આ પ્લાનની વેલીડીટી સમાપ્ત થતા જ ઝી૫ ની મેમ્બરશિપ સમાપ્ત થઈ જશે.

એરટેલે એરટેલ થેન્ક્સના ગોલ્ડ મેમ્બરને પણ ઝી૫ નું સબસક્રિપ્શન આપવાનું બંધ કરી દીધું છે એટલે ૭૯૯ રૂપિયા વાળા એક્સસ્ટ્રીમ ફાઈબર પ્લાનના યુઝર્સને પણ ઝી૫ પ્રીમીયમ સબ્સક્રિપ્શન મળશે નહીં. ગોલ્ડ યુઝર્સ સાથે પ્લેટિનમ યુઝર્સને કંપની આ સુવિધા હવે આપશે નહીં. એવામાં જો તમે એરટેલના ગ્રાહક છો અને તમારે ફ્રીમાં ઝી૫ પ્રીમીયમ સબ્સક્રિપ્શન જોઈએ છે તો તમારે ૨૮૯ રૂપિયા વાળો પ્લાન જ લેવો પડશે.

Share: