રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

July 19, 2020
 627
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સ માટે ૪૪૪ રૂપિયાવાળો નવો પ્લાન પ્રસ્તુત કરી દીધો છે. આ પ્લાન ૫૬ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા મળે છે, એટલે કુલ મળીને ૧૧૨ જીબી ડેટાનો ફાયદો યુઝર્સ ઉઠાવી શકે છે. આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ૨૦૦૦ નોન-જિયો મિનીટ્સ મળે છે. તેના સિવાય યુઝર્સને દરરોજ ૧૦૦ એસએમએસ અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

વોડાફોનનો ૪૪૯ રૂપિયા વાળો પ્લાન

જિયો જેવો જ વોડાફોને પણ ૪૪૯ રૂપિયા વાળો પ્લાન ઓફર કર્યો છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર હેઠળ દરરોજ ૪ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં વોડાફોન તેમાં યુઝર્સને ૫૬ દિવસ મનાતે બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ, દરરોજ ૧૦૦ એસએમએસ, વોડાફોન પ્લે અને ઝી૫ એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપી રહ્યું છે.

Share: