તમને પોપ્યુલર બનાવી શકે છે આ દેશી વિડીયો મેકિંગ એપ

July 20, 2020
 517
તમને પોપ્યુલર બનાવી શકે છે આ દેશી વિડીયો મેકિંગ એપ

ટીકટોકના પ્રતિબંધ બાદ ઘણી બધી દેશી શોટ વિડીયો મેકિંગ એપ્સ સામે આવી રહી છે. તેમાંથી એક એપ Rizzle જેને પોતાના યુઝર્સ માટે મીલીયન સ્ટાર રિઝલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેના હેઠળ યુઝર્સને કેવી રીતે પોપ્યુલર થઈ શકે છે તે શીખાવાડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રિઝલ વિચારો, ટોક શો, સ્કિટ્સ, બ્લોગ્સ અને અન્ય હેઠળના કોન્ટેટ પર આધારિત એક શોર્ટ વિડીયો મેકિંગ એપ છે, જેને જુન ૨૦૧૯ માં લોન્ચ કરવામાં આવી હતી. ફીચર્સની વાત કરીએ તો આ એપમાં રોલ વિડિયોઝ, ઈમેઝ ઇનસર્ટ, સાઉન્ડ ઈફેક્ટ અને કોલાબ્સ વગેરે બનાવી શકાય છે. તેના સિવાય પ્રોફેશનલ સ્તરનો ટોક શો કન્ટેન્ટ બનાવવામાં પણ મદદ કરે છે.

રિઝલ ઘણા ક્રિએટર્સને બ્લોગ્સ, ટોક શોઝ, મીની સીરીઝ, કુકિંગ શો વગેરે બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ પ્લેટ ફોર્મ ક્રિએટર્સને સ્પોન્સરશીપ આધારિત કમાવવાની તક પણ આપશે. મીલીયન સ્ટાર રિઝલ પ્રોગ્રામ સાથે રિઝલ ભારતના લાખો ક્રિએટર્સને આગામી ૬ થી ૧૨ મહિનામાં સુપરસ્ટાર બનવાની પ્રેરણા આપશે.

Share: