૫ સપ્ટેમ્બરના લોન્ચ થશે જિયો ગીગાફાઈબર, શરૂઆતી પ્લાન ૭૦૦ રૂપિયાથી

August 12, 2019
 913
૫ સપ્ટેમ્બરના લોન્ચ થશે જિયો ગીગાફાઈબર, શરૂઆતી પ્લાન ૭૦૦ રૂપિયાથી

પોતાની પ્રખ્યાત ઈંટરનેટ બ્રોડબેન્ડને સેવાને લઈને રિલાયન્સ જિયોએ સત્તાવર જાહેરાત કરી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક જનરલ મીટીંગમાં Jio GigaFiber ને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૫ સપ્ટેમ્બરની જિયોની ત્રીજી વર્ષગાઠની તક પર તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. શરૂઆતમાં આ ભારતના ૧૬૦૦ શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતી પ્લાન્સની કિંમત ૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

જિયો ગીગાફાઈબર બ્રોડબેન્ડ સેવાની પ્રાઈઝ રેન્ઝ ૭૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. દરેક રિચાર્જ પ્લાન સાથે જિયો કસ્ટમર્સને અલગ-અલગ ઓફર્સ પ્રોવાઈડ કરાવી રહી છે. જિયો ગીગાફાઈબરના ન્યુનતમ રિચાર્જ પ્લાનમાં તમને ૧૦૦ એમબીપીએસ સુધીની ઈન્ટરનેટ સ્પીડ મળશે. તેના પ્રીમીયમ પ્લાનમાં આ સ્પીડ ૧ જીબીપીએસ સુધી હશે.

રિલાયન્સ જિયોનો દાવો છે કે, બ્રોડબેન્ડ સેક્ટરમાં ગીગાફાઈબરના આગમનથી ઘણા મોટા ફેરફાર આવી જશે. જિયો યુઝર્સને ડેટા અથવા વોઈસમાં કોઈ એક ચીઝ માટે જ ચુકવણી કરવી પડશે. જિયો ફિક્સ્ડ લેન્ડલાઇન પર અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે.

Share: