ચીકુ નો હલવો

August 14, 2019
 1532
ચીકુ નો હલવો

Hi friends???? આ ગ્રુપ મા મારી આ પહેલી વાનગી છે આશા છે તમને ગમશે

મારી વાનગી છે ચીકુ નો હલવો

આ વાનગી માં નેચરલ બ્રાઉન કલર છે.

સામગ્રી :

1 કિલો ચીકુ

1/2 લીટર દૂધ

100 ગ્રામ ખાંડ

1ચમચો ઘી (મોટો )

ગાર્નીશ માટે સૂકોમેવો

રીત :

સૌ પ્રથમ ચીકુ ના છાલ અને થડિયા કાઢી નાખવા ત્યારબાદ ચીકુ ને મિક્ષ્ચર મા

પીસીદેવા ત્યારબાદ એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકવું ઘી બરાબર ગરમ થાય એટલે

એમા પીસેલા ચીકુ નાખિદેવા ત્યારબાદ સતત હલાવતા રહેવુ ઘી છુટુ પડતુ લાગે

એટલે એમા દૂધ નાખિદેવુ અને સતત હલાવતુ રહેવુ જેથી ગંઠાઇ નાજાય દૂધ નો રંગ

બદલાય એટલે એમા ખાંડ નાંખવી ફરી હલાવતુ રહેવુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી

દેવો ત્યારબાદ એક થાડિ મા થોડુ ઘી લગાવી હળવો પાથરી દેવો એની ઉપર

સૂકામેવા નો પીસ પડીને ગાર્નીશ કરો થોડીવાર બહાર ઠંડો પાડો પછી ફ્રિજર

માં chill થવા મુકો બરાબર set થાય એટલે એના પીસ પાડી ને સર્વ કરો.

Share: