તહેવારોમાં ઝટપટ બનતી મિઠાઈ 'સેવાઈ લડ્ડુ'

August 15, 2019
 1455
તહેવારોમાં ઝટપટ બનતી મિઠાઈ  'સેવાઈ લડ્ડુ'

તહેવારના સમયે ઘરમાં ખૂબ જ કામ હોય છે. એવામાં કેટલીક રસોઈ બનાવવાના નામથી તે ઉબન આવવા લાગે છે. તો આજે આપણે જણાવીશું ઓછા સમયમાં બનતી ડિશ વિશે.

સામગ્રી:

સેવાઈ - ૨ કપ,

સાબુદાણા - ૧ કપ,

કિસમિસ - ૧ ચમચી,

કાજુ - ૨ ચમચી,

બદામ - ૨ ચમચી,

ખાંડ - ૧ ચમચી,

એલચી પાવડર - ૧ ચમચી,

ઘી - ૩ ચમચી

પદ્ધતિ:

સૌથી પહેલા એક કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરો.

જ્યારે ઘી ગરમ થાય, ત્યારે તેમાં સેવાઈ, સાબુદાણા, કિસમિસ, કાજુ, બદામ અને પિસ્તા નાખો અને બરોબર શેકાય ત્યાં સુધી તેને ધીમા ગૅસ પર શેકી લો.

આ પછી, તેને ગ્રાઇન્ડરમાં નાખો અને તેમાં ખાંડ અને એલચી પાવડર નાખીને બારીક પીસી લો.

ત્યારબાદ આ મિશ્રણને મિક્સિંગ બાઉલમાં કાઢો અને 2 ચમચી ઘી મિક્સરમાં નાખીને બરાબર મિક્ષ કરી લો.

ત્યારબાદ હાથથી લીંબુના આકારમાં લાડુ બનાવો અને સર્વ કરો.

Share: