ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં સામેલ થશે મોહમ્મદ આમીર

July 21, 2020
 229
ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં સામેલ થશે મોહમ્મદ આમીર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જાણકારી મુજબ, લેફ્ટ આર્મ ઝડપી બોલર મોહમ્મદ આમીરને પાકિસ્તાન ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. હવે મોહમ્મદ આમીર જલ્દી જ ઇંગ્લેન્ડ માટે રવાના થશે અને ત્યાં ત્રણ મેચની ટી-૨૦ સીરીઝમાં ભાગ લેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ટીમમાં મોહમ્મદ આમીરની વાપસીની પુષ્ટિ કરી દીધી છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, ગઈ કાલે મોહમ્મદ આમીરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમ છતાં અત્યાર સુધી તેમની રિપોર્ટ વિશેમાં સ્પસ્ટ જાણકારી મળી નથી. તેમ છતાં, નિયમો મુજબ ઇંગ્લેન્ડ રવાના થયા પહેલા મોહમ્મદ આમીરનો બે વખત કોરોના ટેસ્ટ થશે. પીસીબી સુત્રો મુજબ, મોહમ્મદ આમીર આ અઠવાડિયાના અંતમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ત્યારે મોહમ્મદ આમીરે આ પ્રવાસથી પોતાને બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં, મોહમ્મદ આમીરની પત્ની ગર્ભવતી હતી જેને તાજેતરમાં બાળકીને જન્મ આપ્યો છે. મોહમ્મદ આમીર આ સમયે પોતાની પત્ની સાથે રહેવા માંગતા હતા, એટલા માટે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસથી પોતાને દુર રાખ્યા હતા. જાણકારી મુજબ, મોહમ્મદ આમીરે પ્રેક્ટીસ પણ શરુ કરી દીધી છે.

છેલ્લા વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર ઝડપી બોલર મોહમ્મદ આમીર વર્તમાન સમયમાં પાકિસ્તાનના સૌથી પ્રતિભાશાળી ઝડપી બોલર માનવામાં આવે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તે વિકેટકીપર બેટ્સમેન રોહેલ નજીરની જગ્યા લેશે.

Share: