બેન સ્ટોક્સ બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઓલરાઉન્ડર

July 21, 2020
 200
બેન સ્ટોક્સ બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઓલરાઉન્ડર

વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને શાનદાર જીત અપાવનાર બેન સ્ટોક્સ દુનિયાના નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયા છે. ત્રણ મેચની સીરીઝની બીજી મેચમાં બેન સ્ટોક્સે કુલ ૨૫૪ રન બનાવવાની સાથે ત્રણ વિકેટ લઈને ઇંગ્લેન્ડને સીરીઝમાં બરાબરી પર લાવી દીધી છે. તેમ છતાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરને આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નુકસાન થયું છે અને તે નંબર બે પર આવી ગયા છે.

બેન સ્ટોક્સ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા આઈસીસીની તાજેતરની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં જેસન હોલ્ડરથી ૩૮ પોઈન્ટ વધુ મેળવતા નંબર વન પર આવી ગયા છે. તે ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં તે માર્નસ લાબુશેનની સાથે સંયુકતપણે ત્રીજા નંબર પર છે. બેન સ્ટોક્સ એન્ડ્ર્યુ ફિલન્ટોફ બાદ આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર વન સ્થાન પર રહેનાર બીજા અને દુનિયાના ચોથા ક્રિકેટર બની ગયા છે.

એક મેચમાં બનાવ્યા ૨૫૦ થી રનથી વધુ રન

વેસ્ટ ઇન્ડીઝ સામે બેન સ્ટોક્સે એક એવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો, જે અત્યાર સુધી તેમની પહેલા માત્ર ત્રણ જ ક્રિકેટર કરી શક્યા છે. બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ થી વધુ રન, ૧૦ સદી અને ૧૫૦ થી વધુ વિકેટ લેનાર ઇંગ્લેન્ડના બીજા અને દુનિયાના ચોથા ક્રિકેટ બની ગયા છે.

બેન સ્ટોક્સે માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલ ૨૫૪ રન બનાવ્યા અને તેમને ત્રણ વિકેટ પણ લીધી હતી. બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડના પ્રથમ ખેલાડી બની ગયા છે, જેને એક ટેસ્ટ મેચમાં ૨૫૦ થી વધુ રન બનાવ્યા અને તેની સાથે ૨ અથવા તેનાથી વધુ વિકેટ લીધી હોય. દુનિયાભરમાં તે આ કારનામું કરનાર આઠમા ખેલાડી છે. વર્ષ ૨૦૦૯ બાદ બેન સ્ટોક્સ આ કારનામું કરનાર પ્રથમ ખેલાડી છે.

ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પાંચમાં બે ભારતીય છે. રવીન્દ્ર જાડેજા ત્રીજા અને રવિચંદ્રન અશ્વિન પાંચમાં સ્થાન પર રહેલા છે. ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક રહેલા છે. ટોપ ૯ માં પ્રથમ અને બીજા સ્થાન પર ઉલટફેર થવાની સાથે ૯ માં સ્થાન પર પણ ફેરફાર થયો છે. ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સને ફાયદો થયો અને તે ટીમ સાઉથીની સાથે સંયુકતપણે નવમાં સ્થાન પર આવી ગયા છે.

Share: