વોડાફોન આઈડિયાએ ભારતમાં લોન્ચ કરી ઈ-સીમ સર્વિસ

July 21, 2020
 609
વોડાફોન આઈડિયાએ ભારતમાં લોન્ચ કરી ઈ-સીમ સર્વિસ

રિલાયન્સ જિયો અને એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ ભારતમાં પોતાની eSIM સર્વિસને લોન્ચ કરી દીધી છે. તેમ છતાં આ સર્વિસને દિલ્લી, ગુજરાત અને મુંબઈ સર્કલમાં વર્તમાન કંપનીના પોસ્ટપેડ ગ્રાહકો માટે જ લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં, ફક્ત વોડાફોન આઈડિયાના ઈ-સીમનો ઉપયોગ આઈફોન યુઝર્સ જ કરી શકશે.

દુનિયાભરમાં ઘણી કંપનીઓ eSIM સર્વિસ પોતાના યુઝર્સને ઓફર કરી રહી છે. આ સર્વિસની મદદથી કોઈ ફીજીકલ સીમ કાર્ડ ફોનમાં લગાવ્યા વગર તમે નંબરનો ઉપયોગ કરી શકશો. વોડાફોન આઈડિયા ભારતમાં પોસ્ટપેડ યુઝર્સ માટે પણ આ સર્વિસ હવે લઈને આવી છે.

વોડાફોન આઈડિયાના ઈ-સીમનો સપોર્ટ જે આઈફોન મોડલ્સને મળ્યો છે તેમાં iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone SE (2020), iPhone XS, iPhone XS Max અને iPhone XR વગેરે સામેલ છે. જલ્દી જ તેનો સપોર્ટ સેમસંગ ગેલેક્સી જેડ ફ્લીપ અને સેમસંગ ગેલેક્સી ફોલ્ડ પર પણ મળી જશે.

કેવી રીતે લઇ શકશો વોડાફોન આઈડિયાની ઈ-સીમ?

વોડાફોન આઈડિયાના જો તમે પ્રથમ ગ્રાહક છે અને તમારી પાસે બતાવવામાં આવેલ આઈફોન મોડલ્સમાંથી કોઈ આઈફોન છે તો તમે ઈ-સીમનો ઉપયોગ કરી શકો છો.

ઈ-સીમ માટે તમારે માત્ર એક મેસેજ કરવો પડશે. તેના માટે તમારે ‘eSIM email id’ લખી ૧૯૯ પર મોકલવો પડશે.

ઈ-મેલ આઈડી વેલીડીટી થયા બાદ તમારે તમારા નંબર પર ૧૯૯ થી એક મેસેજ આવશે ત્યાર બાદ “ESIMY” લખીને તે મેસેજનો રિપ્લાઈ કરવો પડશે.

પછી તમને વધુ એક મેસેક મળશે અને ઈ-મેલ આઈડ પર એક ક્યુઆર કોડ આવશે જેને સ્કેન કર્યા બાદ તમે ઈ-સીમ એક્ટીવેટ કરી શકશો.

આ દરમિયાન ફોન વાઈ-ફાઈ અથવા મોબાઈલ ડેટાથી કનેક્ટ થવું જોઈએ અને તમારુ ઈ-સીમ સેટઅપ થઈ જશે.

Share: