બીએસએનએલના લેટેસ્ટ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ મળી રહ્યો છે ૨૨ જીબી ડેટા

July 22, 2020
 530
બીએસએનએલના લેટેસ્ટ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ મળી રહ્યો છે ૨૨ જીબી ડેટા

બીએસએનએલે એક એવો બ્રોડબેન્ડ પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં દરરોજ ૨૨ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનનું નામ બીએસએનએલ ૨૨જીબી કુલ પ્લાન છે જેમાં ડેટા સિવાય અનલીમીટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી છે. બીએસએનએલના આ બ્રોડબેન્ડ પ્લાનની કિંમત ૧૨૯૯ રૂપિયા છે. ગ્રાહકોને આ પ્લાનમાં ૧૦એમબીપીએસની સ્પીડથી દરરોજ ૨૨ જીબી ડેટા મળશે. જો યુઝર્સ એક દિવસમાં ૨૨ જીબી ડેટા સમાપ્ત કરી દેશે તો ઈન્ટરનેટ સ્પીડ ૧૦ થી ઘટીને ૨ એમબીપીએસની થઈ જશે. બીએસએનએલનો આ બ્રોડબેન્ડ પ્લાન અંડમાન અને નિકોબારને છોડી દેશના બધા ટેલીકોમ સર્કલ્સમાં ઉપલબ્ધ છે.

ગ્રાહકોને આ પ્લાનમાં બે વિકલ્પ મળે છે. પ્રથમ વિકલ્પમાં ગ્રાહકો આ પ્લાન માટે દરમહિને ૧૨૯૯ રૂપિયાની ચુકવણી કરો અને બીજો વિકલ્પમાં ૧૨૯૯૦ રૂપિયાની ચુકવણી કરી આ પ્લાનનુ વાર્ષિક સબ્સક્રિપ્શન ખરીદો.

આ અગાઉ બીએસએનએલે પોતાના પ્રીપેડ સબ્સક્રાઈબર્સ માટે મલ્ટીપલ રિચાર્જ ફેસીલીટી પ્રસ્તુત કરી હતી. આ સુવિધા હેઠળ બીએસએનએલના પ્રીપેડ ગ્રાહક પોતાના વર્તમાન પ્લાનના એક્સપાયર થયા પહેલા એડવાન્સમાં પોતાના એકાઉન્ટને રિચાર્જ કરાવી શકશો. બીએસએનએલની નવી સુવિધા ૯૭ રૂપિયા, ૯૮ રૂપિયા, ૧૧૮ રૂપિયા, ૧૮૭ રૂપિયા, ૨૪૭ રૂપિયા, ૩૧૯ રૂપિયા, ૩૯૯ રૂપિયા, ૪૨૯ રૂપિયા, ૪૮૫ રૂપિયા, ૬૬૬ રૂપિયા, ૬૯૯ રૂપિયા, ૯૯૭ રૂપિયા, ૧૬૯૯ રૂપિયા અને ૧૯૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

Share: