જોની બેયરસ્ટોએ ઇન્ટ્રા સ્ક્વોડ વોર્મ-અપ મેચમાં ફટકારી શાનદાર સદી

July 22, 2020
 180
જોની બેયરસ્ટોએ ઇન્ટ્રા સ્ક્વોડ વોર્મ-અપ મેચમાં ફટકારી શાનદાર સદી

એક તરફ જ્યાં ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે જ્યારે બીજી તરફ ઇંગ્લેન્ડની વનડે ટીમ આર્યલેન્ડ સામે રમાવનારી ત્રણ મેચની વનડે સીરીઝ માટે તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. તેમની તૈયારીઓને જોતા ઇંગ્લેન્ડની બે ટીમો પરસ્પર મેચ પ્રેક્ટીસ કરી રહી છે અને આ મેચમાં વિકેટકીપર જોની બેયરસ્ટોએ આક્રમક બેટિંગ કરી ફોર્મમાં પરત ફરવાનો સબૂત આપ્યો છે. જોની બેયરસ્ટોએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી, જોની બેયરસ્ટોએ માત્ર ૭૫ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

૪૦-૪૦ ઓવરની ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં જોની બેયરસ્ટોએ શાનદાર બેટિંગ કરી અને બધા બોલરોની ખુબ ધોલાઈ કરતા તેમને ૭૫ બોલમાં સદી ફટકારી દીધી હતી. જોની બેયરસ્ટોની બેટિંગનો અંદાજો તમે આ બાબતથી લગાવી શકો છે કે, તેમને પોતાની સદીમાં ૮૬ રન તો ચોગ્ગા-સિક્સરથી જ બનાવી લીધા હતા. જોની બેયરસ્ટોએ પોતાની સદીની ઇનિંગમાં ૧૪ ચોગ્ગા અને પાંચ શાનદાર સિક્સર ફટકારી હતી. તેનો અર્થ જોની બેયરસ્ટોએ ૮૬ રન માટે માત્ર ૧૯ બોલ રમી હતી. ભલે જોની બેયરસ્ટો પોતાને ટેસ્ટ ક્રિકેટમાં સાબિત કરી શક્યા નથી પરંતુ વનડે ક્રિકેટમાં તે ઇંગ્લેન્ડના ટોપ બેટ્સમેન છે. જોની બેયરસ્ટો વનડેમાં ૭૭ મેચમાં ૪૭.૧૪ ની એવરજથી ૨૯૨૩ રન બનાવી ચુક્યા છે. જોની બેયરસ્ટોના નામે ૯ સદી અને ૧૧ અડધી સદી નોંધાયેલી છે. ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં જોની બેયરસ્ટોની મહત્વની ભૂમિકા નિભાવી હતી.

તમને જણાવી દઈએ કે, જોની બેયરસ્ટો જલ્દી જ આયર્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરીઝમાં પણ રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડ અને આર્યલેન્ડની વચ્ચે ૩૦ જુલાઈથી વનડે સીરીઝની શરૂઆત થવા જઈ રહી છે, આ ત્રણ મેચ સાઉથમ્પટનના એજેસ બોલ મેદાન પર જ રમાશે. કોરોના વાયરસ મહામારીના કારણે આ મેચ પણ ખાલી સ્ટેડીયમમાં રમાશે. કોરોના વાયરસ બાદ આ પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે સીરીઝ હશે.

Share: