નેટફ્લિક્સ ભારતમાં ટેસ્ટ કરી રહ્યું છે મોબાઇલ પ્લસ પ્લાન, આ હશે કિંમત

July 22, 2020
 557
નેટફ્લિક્સ ભારતમાં ટેસ્ટ કરી રહ્યું  છે મોબાઇલ પ્લસ પ્લાન, આ હશે કિંમત

ભારતમાં મુખ્ય ઓન ડિમાન્ડ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ભારતીય યુસર્સ માટે નજીકના સમય માં મોબાઇલ પ્લસ પ્લાન રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે.નેટફ્લિક્સનું મોબાઇલ પ્લાન મોબાઇલ , ટેબલેટ અને પીસી યુઝર્સ માટે જેમાં હશે એચડી સ્ટ્રીમિંગ ની સુવિધા હશે આ પ્લાન ની કિંમત 349 રૂપિયા હશે.

રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સ મોબાઇલ પ્લસ પ્લાન ની હાલમાં ટેસ્ટિંગ થઇ રહ્યું છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આને યુઝર્સ માટે ચાલુ કરવામાં આવશે.આમતો મોબાઇલ પ્લસ પ્લાન બધા પ્લેટફોર્મ માટે છે પરંતુ એક વારમાં તમે એક જ ડિવાઇસ માં એને વાપરી શકો.

જણાવી દઈએ કે ભારત માં ગયા વર્ષે મોબાઇલ પ્લાન રજુ કર્યો હતો, જેની કિંમત 199 રૂપિયા હતી અને આ પ્લાન ફક્ત એચડી સ્ટ્રીમિંગ માટે હતો, પરંતુ હવે કંપની ની તૈયારી એચડી માટે પણ છે.નેટફિલકસ માટે આ મોબાઇલ પ્લસ પ્લાન ના વિષે સૌથી પેહલા એન્ડ્રોઇડ પ્યોર એ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં નેટફ્લિક્સ નો બેઝિક પ્લાન 499 રૂપિયાનો છે.જેની વૈધતા એક મહિનાની છે.આ પ્લાન માં એચડી કોન્ટેન્ટ નથી મળતા. હવે બંને પ્લાન માં અંતર ની વાત કરીએ તો આ પ્લાન માં ટીવી સ્ટ્રીમિંગ ની સુવિધા મળે છે.પરંતુ આવવા વાળા નવા પ્લાન માં ટીવી સ્ટ્રીમિંગ ની સુવિધા નહિ મળે.

499 રૂપિયા ના સિવાય ભારતમાં નેટફ્લિક્સ ના બીજા બે પ્લાન છે જેમાં એક 649 રૂપિયાનો અને બીજો 799 રૂપિયાનો છે.649 રૂપિયા વાળા પ્લાન એચડી કન્ટેન્ટ અને બે ડિવાઇસ ના સપોર્ટની સાથે આવે છે, જયારે 799 રૂપિયા વાળા પ્લાન માં 4 કે ,એચડીઆર કન્ટેન્ટ, યુએચડી અને ચાર ડિવાઇસ સપોર્ટ ની સાથે આવે છે.

Share: