આ તારીખે શરુ થઈ શકે છે આઇપીએલ ૨૦૨૦, સમયમાં જોવા મળશે ફેરફાર

July 22, 2020
 215
આ તારીખે શરુ થઈ શકે છે આઇપીએલ ૨૦૨૦, સમયમાં જોવા મળશે ફેરફાર

એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ રદ થયા બાદ આઈપીએલ ૨૦૨૦ નું આયોજન લગભગ નક્કી થઈ ગયું છે પરંતુ સવાલ એ છે કે, આખરે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ક્યારથી શરુ થશે? આ સવાલનો જવાબ પણ જલ્દી જ સામે આવશે પરંતુ આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, આઈપીએલ ૨૦૨૦ ની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરના થઈ શકે છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ટુર્નામેન્ટ ૨૬ સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે પરંતુ હવે આ ટુર્નામેન્ટ એક અઠવાડિયા પહેલા શરુ કરવામાં આવી શકે છે.

એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૦ ની મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી શરુ કરવામાં આવી શકે છે. ભારતમાં આ મેચ આઠ વાગે શરુ થતી હતી અને ૭:૩૦ વાગે ટોસ થતો હતો. પરંતુ આ વખતે આઈપીએલ યુએઈમાં થઈ શકે છે જેના કારણે મેચના સમયમાં ફેરફાર થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બુજેશ પટેલે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, આ વખત આઈપીએલ ભારતની બહાર યુએઈમાં આયોજીત કરવામાં આવશે. ભારતમાં સતત ફેલાઈ રહેલા કોરાના વાયરસના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બુર્જેસ પટેલે જણાવ્યું છે કે, આગામી અઠવાડિયે આ મુદ્દા પર આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થવાની છે અને તેમાં ટુર્નામેન્ટની તારીખ, શેડ્યુલ અને બીજી જરૂરી વાતો પર નિર્ણય લેવામાં આવી શકે છે. બુજેશ પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારથી મંજૂરી બાદ આઈપીએલ ૨૦૨૦ નું શેડ્યુલ તૈયાર થશે.

Share: