રીયલમી એ મચાવી ધમાલ, બે વર્ષમા ૪ કરોડ યુઝર્સ થયા

July 23, 2020
 584
રીયલમી એ  મચાવી ધમાલ, બે વર્ષમા ૪ કરોડ યુઝર્સ થયા

સ્માર્ટફોન બનાવતી જાણીતી કંપની રીયલમી એ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે.૪ મેં ૨૦૧૮માં લોન્ચ થયેલી આ કંપની ના હવે દુનિયા ભરમાં ૪ કરોડ યુઝર્સ થયા છે. તેની

સાથે જ હવે રીયલમી દુનિયાના ટોપ ૭ મોબાઈલ ફોન ની ટોપ બ્રાન્ડમાંની એક છે. રીયલમી આ સમયમાં દુનિયાના ૫૯ માર્કેટમાં પોતાના ડીવાઈસ વેચે છે અને આમાંથી ૯ માર્કેટમાં પણ કંપની એ ટોપ ૫ માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ખાસ વાત એ છે કે ૪ કરોડ યુસર્સ માંથી ૧.૫ લાખ યુસર્સ રીયલમી સી૧૧ ના વેચાણ દરમિયાન ફક્ત બે મિનીટમાં જોડાયા. આના પેહલા નાર્જો ૧૦ સ્માર્ટફોન નું વેચાણ પણ કંપની ને બે મિનીટમાં ૭૦ હજાર નવા યુસર્સ ને પોતાની સાથે જોડ્યા હતા.

કંપનીએ શરૂઆતના સમયમાં સારું પ્રદર્શન કર્યું છે.મેં ૨૦૧૮માં લોન્ચ થયા બાદ સપ્ટેમ્બર ૨૦૧૮ આવતા આવતા કંપનીના વેચાણમાં ૧૦ લાખ ના આંકડા ને આંબી લીધો હતો. ત્યાં જ, ઓગસ્ટ ૨૦૧૯ કંપનીને ૧ કરોડ શીપમેન્ટ્સ ના આકડાને આંબ્યો અને જાન્યુઆરી૨૦૨૦ માં તે ૨.૫ કરોડ સુધી પોહચી ચુક્યો હતો.

બે મહિના પેહલા એટલે કે મેં ૨૦૨૦ માં કંપની નો ગ્લોબલ યુસર્સ બેઝ ૩.૫ કરોડ થઇ ગયો હતો. મેં થી અત્યાર સુધી કંપની એ ગજબનું પ્રદર્શન બતાવતા ૫૦ લાખ યુનિટ્સનું વેચાણ કર્યું. રીયલમી ની આ ગ્રોથ પર કોવીડ૧૯ મહામારીનો કોઈ ખાસ અસર જોવા નથી મળી. રીયલમી સ્માર્ટફોન માર્કેટમાં ઝડપ થી આગળ વધી રહયો છે. અને એ વાતની ઘણી આશા છે કે આના ગ્લોબલ યુસર્સ ની સંખ્યા આગામી સમય માં બે ગણી થઇ જશે.

Share: