આવી રીતે કરો જિયો ગીગાફાઈબરનું ઓનલાઈન રજીસ્ટ્રેશન

August 17, 2019
 1141
આવી રીતે કરો જિયો ગીગાફાઈબરનું ઓનલાઈન રજીસ્ટ્રેશન

રિલાયન્સની ૪૨ મી વાર્ષિક જનરલ મીટીંગ દરમિયાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન જિયો ગીગાફાઈબર બ્રોડબેન્ડ પ્લાન્સની શરૂઆતી કિંમત ૭૦૦ રૂપિયાથી શરૂ થશે જે ૧૦૦૦૦ રૂપિયા સુધી ચાલશે. આ સર્વિસને ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ થી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે સવાલ એ ઉભો થયો છે કે, આ સર્વિસને લઈને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. તેના વિષમે આજે અમે તમને જાણકારી આપવાના છીએ.

જિયો ગીગાફાઈબર સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા તમારે જિયોની આધિકારિક વેબસાઈટ jio.com પર જવું પડશે.

ત્યાર બાદ gigafiber.jio.com/registration પર કિલક કરવું પડશે.

પેજ ઓપન થતા જ તમને પૂછવામાં આવશે કે, તમારે પોતાના ઘર પર જિયો ગીગાફાઈબરનું કનેક્શન ઈચ્છો છો અથવા પોતાના ઓફિસમાં. તેના સિવાય અહીં તમારે એડ્રેસની પણ જાણકારી ભરવી પડશે.

ગ્રાહકને અહી પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી ભરવી પડશે. ત્યાર બાદ તમારા દ્વ્રારા આપવામાં આવેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.

ઓટીપીને ઇન્સર્ટ કર્યા બાદ તમારુ રજીસ્ટ્રેશન થઈ જશે. ત્યાર બાદ જિયોની તરફતી તમને એક ઈ-મેલ અને એક મેસેજ આવશે.

ત્યાર બાદ જિયોના આધિકારી તમારાથી સંપર્ક કરશે ત્યાર બાદ તમને જિયો ગીગાફાઈબરના કનેક્શનનું અપૃવલ મળશે.

તેમ છતાં કંપનીએ સિક્યોરીટી અને ડીવાઈઝની કિંમતને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી. રીપોર્ટ મુજબ જિયો ગીગાફાઈબર સાથે સિક્યોરીટી તરીકે ગ્રાહકોથી ૪૫૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જેન જો તમે કનેક્શન કપાવશો તો કંપની પરત કરી દેશે.

Share: