સવાર માટે બનાવો સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો 'દાળ પરાઠા' રેસિપી

July 23, 2020
 408
સવાર માટે બનાવો સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો 'દાળ પરાઠા' રેસિપી

વધેલી દાળ ફેંકી દેવાને બદલે તમે તેનાથી સ્વાદિષ્ટ પરાઠા બનાવી શકો છો, જેનો તમે ભોજનથી લઈને નાસ્તામાં ગમે ત્યારે આનંદ લઈ શકો છો.

જરૂરી સામગ્રી:

૧ કપ લોટ,

૧/૪ કપ વધેલી દાળ,

૧/૨ કપ જીણી કાપેલ શિમલા મિર્ચ,

૩ ચમચી કોથમીરના પાંદડા જીણા કાપેલ,

૩ ચમચી તેલ પરાઠા બનાવવા માટે,

૧/૪ કપ ડુંગળી, જીણી કાપેલ

મીઠું અને મરી સ્વાદઅનુસાર,

પાણી જરૂરિયાત પ્રમાણે,

બનાવવાની રીત:

એક મોટા બાઉલમાં લોટ, દાળ, કોથમીર પાંદડા, ડુંગળી, એક ચમચી તેલ, શિમલા મિર્ચ, મીઠું અને મરી ઉમેરીને તેને સારી રીતે ભેળવી દો.

જો તમે ઇચ્છતા હોવ તો, તમે તમારી ઇચ્છા પ્રમાણે થોડી વધુ શાકભાજી મિશ્ર કરી શકો છો.

કણકને થોડા સમય માટે રાખો જેથી તે વધુ નરમ બને.

હવે તેના નાના નાના બોલ બનાવો અને તેને રોલ કરો.

એક નોન-સ્ટીક પેન ગરમ કરો અને આ પરાઠાને સારી રીતે શેકવો.

આ પરોઠાને તમે દહીં, અથાણાં, રાયતા સાથે પીરસો.

Share: