બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને મળશે ૩૭૫ જીબી ડેટા

August 19, 2019
 1148
બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને મળશે ૩૭૫ જીબી ડેટા

બીએસએનએલે પોતાના ૧૦૯૮ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં હવે યુઝર્સને ૩૭૫ જીબી ડેટા ઉપયોગ કરવા મળશે અને તેની વેલીડીટી ૭૫ દિવસની હશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આ પ્લાનમાં યુઝર્સને ૮૪ દિવસો માટે અનલીમીટેડ ડેટા ઉપયોગ કરવા મળતો હતો. આ ફેરફાર દેશભરના બધા સર્કલ્સમાં કરવામાં આવ્યો છે.

ડેટા બેનીફીટ્સ સિવાય યુઝર્સને આ પ્લાનમાં દિલ્હી અને મુંબઈ સર્કલ સહિત દેશભરમાં અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા સિવાય દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ ૭૫ દિવસ માત મળે છે. ધ્યાનમાં રહે કે, આ પ્લાનમાં યુઝર્સ માટે કોઈ ડેલી લીમીટ સેટ કરવામાં આવી નથી.

ઉલ્બીલેખનીય છે કે, બીએસએનએલે ડેલી કોલિંગ કેપ લાગુ કર્યા બાદ હવે સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જમાં ફેરફાર કર્યો હતો. પહેલા તમને બીએસએનએલ સીમ બદલવા માટે ૧૦૦ રૂપિયા આપવા પડતા હતા પરંતુ હવે કંપનીએ આ ચાર્જને ઘટાડી માત્ર ૫૦ રૂપિયા કરી દીધા છે. તેમ છતાં આ એક લીમીટેડ ઓફર અને તેનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓ પાસે મર્યાદિત સમય હશે.

બીએસએનએલ કંપનીનું આ લેટેસ્ટ પ્રમોશનલ ઓફર માત્ર થોડા સમય માટે છે અને તે પણ બધા સર્કલ્સમાં ઉપલબ્ધ છે. નવા સીમ કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જ ૩૧ ઓક્ટોબરના સમાપ્ત થશે ત્યાર બાદ ૧૦૦ રૂપિયાનો જુનો ચાર્જ લાગુ થઈ જશે. જો તમે ૪જી સર્વિસ પર અપગ્રેડ કરવા માંગો છો આ તમારા માટે યોગ્ય સમય છે.

Share: