આઈપીએલ માટે આવી ગયા મોટા સોમાચાર, આ તારીખથી શરૂઆત થશે આઈપીએલની

July 24, 2020
 190
આઈપીએલ માટે આવી ગયા મોટા સોમાચાર, આ તારીખથી શરૂઆત થશે આઈપીએલની

આઈપીએલની ૧૩ મી સીઝનના આયોજનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આઈપીએલ ચેરમેન બ્રીજેસ પટેલે જાહેરાત કરી છે કે, આઈપીએલનું આયોજન ૧૯ સપ્ટેમ્બરથી થશે અને તેની ફાઈનલ (રવિવાર) ૮ નવેમ્બરના યુએઈમાં રમાશે.

આગામી અઠવાડિયે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની મીટીંગ થવાની છે, જેમાં શેડ્યુલ અંગે પુષ્ટિ કરવામાં આવી શકે છે.

તાજેતરમાં આઈસીસીએ સત્તાવર રીતે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપને ૨૦૨૧ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આઈપીએલની ૧૩ મી સીઝન માટે વિન્ડો મળી ગયો છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આઈપીએલ ૨૦૨૦ નું આયોજન ૨૬ સપ્ટેમ્બરથી યોજાઈ શકે છે.

આઈપીએલની ૧૩ મી સીઝનની શરૂઆત ૨૯ માર્ચથી થવાની હતી, પરંતુ દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસને જોતા આઈપીએલને અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. તેમ છતાં ટી-૨૦ વર્લ્ડ કપના પોસ્ટપોન થવાના કારણે આઈપીએલ થવાની આશાઓ ઘણી વધી ગઈ હતી.

તેમ છતાં આગામી અઠવાડીય થનારી આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની મીટીંગ બાદ આઈપીએલને લઈને ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે.

૧૯ સપ્ટેમ્બરથી આઈપીએલને શરુ કરવાની પાછળ આ ફાયદો થયો છે કે, વધુ ડબલ હેડર મેચ જોવા મળશે નહીં અને તેનાથી બધી ટીમોને પણ ફાયદો થશે. તેના સિવાય રિપોર્ટ્સ અનુસાર બધી ટીમો આઈપીએલની તૈયારી માટે ઓગસ્ટના ત્રીજા અઠવાડિયે યુએઈ રવાના થઈ શકે છે. અત્યાર સુધી ભારતીય ટીમ લોકડાઉનના કારણે ટ્રેનિંગ શરૂઆત કરી શક્યા નથી. ખેલાડી પોતાના ઘર પર ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે.

Share: