પાકિસ્તાનના આ શહેરમાં મુસ્લિમોથી વધુ છે હિન્દીઓની વસ્તી, જાણો કેવી રીતે રહે છે લોકો

July 24, 2020
 350
પાકિસ્તાનના આ શહેરમાં મુસ્લિમોથી વધુ છે હિન્દીઓની વસ્તી, જાણો કેવી રીતે રહે છે લોકો

હિન્દુ-મુસ્લિમનું નામ આવતા જ લોકો ઘણી વખત તણાવમાં આવી જાય છે. કેમકે બંને સમુદાયની વચ્ચે ઘણી વખત તણાવ બન્યો રહે છે. આવી સ્થિતિમાં, ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં હિન્દુ-મુસ્લિમોનો ભાયચારો કોઈ પણ વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે તેમ છે. પરંતુ સદ્ભાવનાનું આ ઉદાહરણ પાકિસ્તાનના થારપારકર જિલ્લામાં આવેલ મીઠી શહેરનું છે.જ્યાં બંને સમુદાયના લોકો મળીને રહે છે. આશ્વર્યચકિત કરનારી વાત એ છે કે, અહીં હિન્દુઓની વસ્તીઓ મુસ્લિમોથી વધુ છે.

મીઠી શહેર પાકિસ્તાનના લાહોરથી લગભગ ૮૭૫ કિલોમીટર મીટર દુર આવેલ છે. અહીંની કુલ વસ્તી લગભગ ૮૭ હજાર છે, જેમાં લગબગ ૮૦ ટકા લોકો હિન્દુ છે. અહીં બંને સમુદાયના લોકો એકસાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. અહીં રહેનારાઓમાં એકતા છે કે, તેઓ સંવાદિતા જાળવી રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, જયારે અહીંના મંદિરોમાં પૂજા થાય છે ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો અજા દરમિયાન લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખે છે. જ્યારે હિન્દુ લોકો પણ નમાજના સમયે મંદિરોમાં ઘંટ વગાડતા નથી.

કહેવામાં આવે છે કે, વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનાઓ મીઠી સુધી પહોંચી ગઈ હતી. એવામાં મુસ્લિમ પરિવારોને પોતાના ઘર છોડીને જવું પડ્યું હતું. ત્યારે હિન્દુઓએ તેમને ફરીથી અહીં રહેવા માટે આશ્રય આપ્યો હતો.

Share: