ટાટા ડોકોમોએ પ્રસ્તુત કર્યા નવા પ્લાન, ઓછી કિંમતમાં ડેટાની સાથે મળશે અનલિમિટેડ કોલિંગ

December 22, 2018
 700
ટાટા ડોકોમોએ પ્રસ્તુત કર્યા નવા પ્લાન, ઓછી કિંમતમાં ડેટાની સાથે મળશે અનલિમિટેડ કોલિંગ

ટેલિકોમ કંપની ટાટા ડોકોમોએ યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા મિનિમમ રિચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યા છે. કંપની દ્વ્રારા લોન્ચ કરવામાં આવેલ નવા પ્લાન્સમાં યુઝર્સને ઓછી કિંમતમાં ડેટા અને કોલિંગની સુવિધા મળશે. લોંચ કરવામાં આવેલ નવા પ્લાન્સની કિંમત ૨૩ રૂપિયા, ૩૫ રૂપિયા, ૪૯ રૂપિયા, ૬૫ રૂપિયા, ૮૮ રૂપિયા અને ૯૫ રૂપિયા છે.

૨૩ રૂપિયા

આ વર્તમાન પ્લાનથી વેલીડીટીને વધારી શકો છો અને તેની વેલીડીટી ૨૮ દિવસની જ છે. તેમાં તમને કોઈ ટોકટાઈમ મળશે નહીં. જો તમારે કોલ કરવો છે તો તમાઈ બેલેન્સ માટે ટોપ અપ કરવું પડશે. ત્યાર બાદ લોકલ અને એસટીડી કોલ માટે ૨.૫ પૈસા સેકેન્ડ ચાર્જ લાગશે.

૩૫ રૂપિયા

૩૫ રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં તમને ૩૦ રૂપિયાનો ટોકટાઈમ મળી રહ્યો છે અને આ પ્લાનની વેલીડીટી ૩૦ દિવસની છે પ્લાનમાં તમને લોકલ અને એસટીડી કોલ માટે ૧.૫ પૈસા પ્રતિ સેકેન્ડ ચાર્જ આપવો પડશે. તેના સિવાય ૧૦૦ એમબી ૩જી ડેટા પણ મળી રહ્યું છે.

૪૯ રૂપિયા

આ પ્રીપેડ પ્લાનની વેલીડીટી ૩૦ દિવસની છે. આ પ્લાનમાં તમને ૨૫ રૂપિયાનો ટોકટાઈમ મળી રહ્યો છે. આ પ્લાનમાં આઉટગોઇંગ કોલ માટે ૧ પૈસા પ્રતિ બે સેકેન્ડ માટે ચાર્જ ચુકવવો પડશે. આ પ્લાનમાં તમને ૧ જીબી ડેટા પણ મળી રહ્યો છે.

૬૫ રૂપિયા

આ પ્લાનમાં તમને કુલ ૬૫ રૂપિયાનો ટોકટાઈમ મળી રહ્યો છે અને આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. તેમાં તમને ૨૦૦ એમબી ડેટા મળી રહ્યો છે. આઉટગોઇંગ કોલ માટે તમારે ૧ પૈસા પ્રતિ સેકેન્ડ ચાર્જ ચુકવવો પડશે.   

૮૮ રૂપિયા

પ્લાનમાં તમને અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા મળી રહી છે. તેની સાથે અનલિમિટેડ રોમિંગ પણ તદ્દન ફ્રી છે. તેમ છતાં તેમાં એફયુપી લીમીટ છે. દરરોજ આ પ્લાનમાં ૨૫૦ મિનીટ મળશે. એફયુપી લિમિટ સમાપ્ત થયા બાદ તમારે ૩૦ પૈસા પ્રતિ મિનીટ ચાર્જ ચુકવવો પડશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે અને તેમાં ૧૦૦ ફ્રી લોકલ અને નેશનલ એસએમએસની સુવિધા પણ મળી રહી છે.

૯૫ રૂપિયા

આ પ્લાનમાં તમને ૯૫ રૂપિયાનો ટોકટાઈમ મળે છે અને તેની વેલીડીટી ૨૯ દિવસની છે. તેમાં આઉટગોઇંગ લોકલ અને નેશનલ કોલ્સ માટે ૧ પૈસા પ્રતિ બે સેકેન્ડ ચાર્જ ચુકવવો પડશે. તેમાં તમને ૫૦૦ એમબી ડેટા પણ મળી રહ્યો છે.

Share: