ટ્વીટર લાવશે સબ્સક્રિપ્શન મોડલ, યુસર્સ ને પ્રીમીયમ ફીચર્સ માટે ચૂકવવા પડશે પૈસા....

July 25, 2020
 574
ટ્વીટર લાવશે સબ્સક્રિપ્શન મોડલ, યુસર્સ ને પ્રીમીયમ ફીચર્સ માટે ચૂકવવા પડશે પૈસા....

માઈક્રો બ્લોગીંગ વેબસાઈટ ટ્વીટર કમાણી ના નવા માધ્યમ તરીકે સબ્સક્રિપ્શન મોડલ લઈને આવી શકે છે.આનાથી ટ્વીટર સીધી રીતે યુસર્સથી કમાણી કરી શકશે.જણાવી દઈએ કે અત્યાર સુધી ટ્વીટર વિજ્ઞાપન આધારિત રેવેન્યુ મોડલ પર કામ કરતું હતું ,પરંતુ છેલ્લા થોડા સમય માં ટ્વીટર વિજ્ઞાપન થી મળવા વાળા રેવન્યુ ઘટીછે. તેથી કંપનીએ સબ્સક્રિપ્શન મોડલ લાગુ કરવા તરફ ઈશારો કર્યો છે. ટ્વીટર ના બીજા ક્વાર્ટર ના રેવન્યુ રીપોર્ટ પર કરે,તો ટ્વીટરની એડવરટાઈસ રેવન્યુમાં પણ આશરે ૨૩ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ટ્વીટર ના સીઈઓ ડોર્સેય એ કન્ફર્મ કર્યું કે તે બધા સબસ્ક્રીપસન મોડલ સહિત રેવન્યુ જનરેટ કરવાના તમામ અન્ય વિકલ્પ પર કામ કરી રહ્યા છે. ટ્વીટર નું પેઈડ સબ્સક્રીપસન મોડલ કંપની ને એડવરટાઈઝિંગ અને ડેટા લાઇસેંસ ના સિવાય અન્ય રીતે પણ કમાણીની તક ઉપલબ્ધ કરાવશે. જણાવી દઈએ કે જોબ લીસ્ટીંગના પછીથી ટ્વીટરના શેયર માં આશરે 7 ટકા નો ઉછાળો જોવામાં આવ્યો હતો. જો કે કંપનીના અનુસાર, વપરાશકર્તાઓને પ્રીમિયમ સુવિધાઓ માટે ચૂકવણી કરવા પ્રોત્સાહિત કરવું એક પડકારજનક કાર્ય છે.

ટ્વિટરનું સબ્સક્રિપ્શન મોડેલ લાગુ થયા પછી, બધા વપરાશકર્તાઓએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ચૂકવણીની સેવા લેવી પડશે એવું બિલકુલ એવુંનથી. જો કે, ટ્વિટરની કેટલીક વિશેષ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ પૈસા ચૂકવવા પડશે. મતલબ, વપરાશકર્તાઓ નિર્ણય લેશે કે તેઓ કંપનીની પ્રીમિયમ સેવાનો આનંદ માણવા માટે ચૂકવણી કરવા માગે છે કે નહીં. તમને જણાવી દઈએ કે હાલમાં ટ્વિટરના દૈનિક સક્રિય વપરાશકારોની અંદાજિતસંખ્યા ૧૮૬ મિલિયન છે. ટ્વિટર આ વપરાશકર્તાઓને મુદ્રીકરણ મોડેલમાં સ્થાનાંતરિત કરવા માંગે છે.

Share: