બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા વર્કફ્રોમ હોમ પ્લાન્સ, તેમાં ગ્રાહકોને મળશે આ ફાયદો

July 25, 2020
 784
બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા વર્કફ્રોમ હોમ પ્લાન્સ, તેમાં ગ્રાહકોને મળશે આ ફાયદો

બીએસએનએલે બે નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે, આ પ્લાન્સમાં ગ્રાહકોને ૭૦ જીબી સુધી ડેટાની સુવિધા મળશે. કંપનીએ આ ઓફરને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. કંપનીએ જે બે નવા વર્ક ફ્રોમ હોમ ડેટા વાઉચર્સ લોન્ચ કર્યા છે તેની કિંમત ૧૫૧ રૂપિયા અને ૨૫૧ રૂપિયા છે. ૧૫૧ રૂપિયા વાળા ડેટા વાઉચરમાં ગ્રાહકોને ૪૦ જીબી ઈન્ટરનેટ ડેટાની સુવિધા મળે છે. આ પ્લાનને ૩૦ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે.

આવી જ રીતે ૨૫૧ રૂપિયા વાળા વાઉચરમાં ગ્રાહકોને ૭૦ જીબી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલીડીટી ૩૦ દિવસની છે. જોકે આ બંને વર્ક ફ્રોમ હોમ પ્લાન છે એટલા માટે તેમાં માટે ડેટાની સુવિધા મળશે કોલિંગ નહીં. તેમ છતાં આ પ્લાન માત્ર ચેન્નાઈ સર્કલ માટે જ લાવવામાં આવ્યો છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ તેને બાકીની જગ્યાઓ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Share: