જાણો ...રહસ્ય વર્ષમાં એક જ દિવસ કેમ ખુલે છે ઉજ્જૈન નું નાગચંદ્રેશ્વરનું મંદિર....

July 26, 2020
 336
જાણો ...રહસ્ય વર્ષમાં એક જ દિવસ કેમ ખુલે છે ઉજ્જૈન નું નાગચંદ્રેશ્વરનું મંદિર....

હિંદુ ધર્મમાં નાગ-પૂજાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. આ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકો સાપોને ભગવાનનું આભુષણ માને છે. આપણા દેશમાં નાગોના ઘણા પ્રાચીન મંદિરો છે. આજ મંદિરો માંથી એક ઉજ્જૈન માં સ્થિત નાગચંદ્રેશ્વરનું મંદિર છે. ઉજ્જૈન ના મહાકાલ મંદિરની ત્રીજા માળે નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આને ફક્ત નાગપંચમીના દિવસે જ દર્શન માટે ખોલવામા આવે છે.

માન્યતાઓ અનુસાર, નાગરાજ તક્ષક સ્વયં આ મંદિરમાં હાજર છે. આ કારણ થી માત્ર નાગપંચમીના દિવસે મંદિરને ખોલીને નાગ દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આની સાથે જ ઘણી રીતે નાગચંદ્રેશ્વરનું મંદિર હિંદુ ધર્મના લોકો માટે મહત્વનું છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં ૧૧ મી શતાબ્દી ની પ્રતીમાં હાજર છે, જેને લઈને દાવો કરવામાં આવે છે કે આવી પ્રતીમાં દુનિયાભરમાં બીજે ક્યાંય નથી. આ પ્રતિમા ને નેપાળ થી અહિયાં લાવવામાં આવી હતી.

નાગચંદ્રેશ્વર મંદિરમાં ભગવાન વિષ્ણુની જગ્યા એ શંકર ભગવાન સાપની શૈયા પર વિરાજમાન છે. મંદિરમાં જે પ્રાચીન મંદિર સ્થાપિત છે. એના પર શિવજી, ગણેશજી અને માં પાર્વતી ની સાથે દશમુખી સાપ શૈયા પર વિરાજિત છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન ભોલેનાથ ને પ્રસન્ન કરવા માટે સર્પરાજ તક્ષકે ઘોર તપસ્યા કરી હતી. સર્પ્રરાજની તપસ્યા થી ભગવાન શંકર ખુશ થયા અને પછી એમણે સાપોના રાજા તક્ષક નાગને વરદાનના રૂપમાં અમરત્વ આપ્યું. એના પછી તક્ષક રાજા એ પ્રભુના સાનિધ્યમાં વાસ કરવાનું શરુ કરી દીધું. પરંતુ મહાકાલ વનમાં વાસ કરવાની પેહલા એમની એકજ ઈચ્છા હતી કે એમના એકાંતમાં વિઘ્ન ના થાય આ કારણથી ખાલી નાગપંચમીના દિવસે જ એમના મંદિરને ખોલવામાં આવે છે.

આ પ્રચીન મંદિર નું નિર્માણ રાજા ભોજે ૧૦૫૦ ઇસવી ના આસપાસ કરાવડાવ્યું હતું. આના પછી સિંધિયા કુળના મહારાજા રાણોજી સિંધિયા એ સાલ ૧૭૩૨ માં મહાકાલ મંદિરનું નવનિર્માણ કરાવડાવ્યું હતું. એજ સમયે આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આવવા વાળા ભક્તોની એકજ ઈચ્છા હોય છે કે. નાગરાજ પર વિરાજેલા ભગવાન શંકર ના દર્શન એક વાર થઇ જાય. નાગપંચમીના દિવસે અહિયાં લાખો ભક્તો આવે છે.

Share: