આઇપીએલ પહેલા ભારત-સાઉથ આફ્રિકા સીરીઝ માટે આવ્યા મોટા સમાચાર

July 25, 2020
 151
આઇપીએલ પહેલા ભારત-સાઉથ આફ્રિકા સીરીઝ માટે આવ્યા મોટા સમાચાર

ઇન્ડીયન પ્રીમિયર લીગના ચેરમેન બ્રિજેશ પટેલે શુક્રવારે કહ્યું છે કે, આઈપીએલ સીઝન ૧૩ યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર સુધીમાં રમાશે. હવે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાવનારી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરીઝને લઈને સંકટ ઉભું થઈ ગયું છે.

રિપોર્ટ્સ મુજબ આઈપીએલ પહેલા ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ રમવાની હતી પરંતુ આઈપીએલ ૨૬ સપ્ટેમ્બરની જગ્યાએ ૧૯ સપ્ટેમ્બરના શરુ કરવાના કારણે હવે આ સીરીઝ સંભવ નથી. એક ન્યુઝ રિપોર્ટ મુજબ, આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ સ્પસ્ટ કરી દીધું છે કે, તેમને ટુર્નામેન્ટના ત્રણ અઠવાડિયા પહેલા ખેલાડીઓની જરૂરત છે. તેની સાથે તેમને ઓગસ્ટના મધ્યમાં યુએઈ પહોંચવું પડશે.

જ્યારે ભારતીય ટીમે ચાર મહિનાથી વધુ ક્રિકેટ રમી નથી અને આંતરરાષ્ટ્રીય મેચ માટે તેમને પ્રેક્ટીસ માટે પણ સમયની જરૂરત પડશે. તેમની બધી વાતોથી આ સ્પસ્ટ જાહેર થાય છે કે, ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાવનારી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરીઝ તેમ છતાં સંભવ નથી. જ્યારે આઈપીએલ બાદ આ થવાની કોઈ સંભાવનાઓ નથી કેમકે આંતરરાષ્ટ્રીય બાદ ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાનું છે.

Share: