ફેસબુક મેસેન્જરમાં સામેલ થશે આ શાનદાર ફીચર, તમે પણ જાણો શું તેમાં ખાસિયત...

July 27, 2020
 316
ફેસબુક મેસેન્જરમાં સામેલ થશે આ શાનદાર ફીચર, તમે પણ જાણો શું તેમાં ખાસિયત...

ફેસબુકે પોતાની મેસેન્જર એપમાં યુઝર્સ માટે નવું ફીચર્સ રોલઆઉટ કરી દીધી છે જેની મદદથી તમે પોતાના પ્રર્સનલ મેસેજિંગને સિક્યોર કરી શકશે. મેસેન્જર પ્રાઈવેસી અને સેફ્ટીના ડાયરેક્ટર ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટથી સુલિવને એક સ્ટેટમેન્ટમાં આ નવા ફીચરથી જોડાયેલ જાણકારી આપી છે. તેમને જણાવ્યું છે કે, “આઈઓએસ ડીવાઈઝ યુઝર્સ માટે નવો ઓથેંટિકેશન ફીચર ઉપલબ્ધ છે અને જલ્દી જ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ તેને રોલઆઉટ કરવામાં આવશે. આગામી થોડા મહિનામાં તમને પણ મેસેન્જર એપ પર નવી અપડેટ મળી શકે છે.

ફેસઆઈડી-ફિંગરપ્રિન્ટથી કરી શકશો એપ લોક

સુલિવને જણાવ્યું છે કે, “નવી ફીચરના આવ્યા બાદ તમે એપ ઉપર એક એક્સ્ટ્રા પ્રોટેક્શન લેયર એઈડ કરી શકશો. મેસેન્જર એપ પર મળનાર નવા ફીચર ડીવાઈઝની પ્રાઈવેસી સેટિંગ્સનો ઉપયોગ કરશે અને ફેસ ઓથેંટિકેશન અથવા પછી ફિંગરપ્રિન્ટ દ્વારા મેસેન્જર એપને લોક કરશે.

જોવા મળશે નવું પ્રાઈવેસી સેક્સન

આ ફીચરને લઈને નવા પ્રાઈવેસી સેક્શન એપમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં યુઝર્સને ‘એપ લોક’ ટોગલ સિવાય મેસેજિંગ સેટિંગ્સ, સિક્રેટ કન્વર્શન્સન્સ, બ્લોકડ પીપલ, સ્ટોરી ઓડિયન્સ અને મ્યુટેડ સ્ટોરીઝ વગેરે પણ શો થશે.

Share: