ભારતે કર્યો ડ્રેગન પર ફરી વાર, લગાવ્યો ૪૭ એપ પર પ્રતિબંધ

July 27, 2020
 1061
ભારતે કર્યો ડ્રેગન પર ફરી વાર, લગાવ્યો ૪૭ એપ પર પ્રતિબંધ

૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારત સરકારે ચીન પર વધુ એક ડીઝીટલ સ્ટ્રાઈક કરતા ૪૭ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. સુત્રો મુજબ આ બધી ૪૭ એપ પહેલા પ્રતિબંધ કરવામાં આવેલ ૫૯ એપ્સની ક્લોન છે તેમ છતાં પ્રતિબંધ કરવામાં આવેલ ૪૭ એપ્સના નામ સામે આવ્યા નથી. જ્યારે આ એપ્સ પર પ્રતિબંધને લઈને સરકાર તરફથી હજુ કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી.

એવામાં ભારત સરકારે કુલ ૧૦૬ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જ્યારે એ પણ સમચાર છે કે, સરકારે ૨૭૫ ચીની મોબાઈલ એપની લીસ્ટ તૈયાર કરી છે, જેના પર આવનારા સમયમાં પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ યાદીમાં પબજી અને જીલી જેવી એપ સામેલ છે. સુત્રો મુજબ સરકાર આ મોબાઈલ એપની તપાસ કરી એ શોધશે કે, આ એપ પ્રાઈવેસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી નથી. તેના સિવાય ઘણી ચીની ઈન્ટરનેટ કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ઇકોનોમિકસ ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ૨૭૫ ચીની મોબાઈલ એપની યાદી તૈયાર કરી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં પબ્જી ગેમ, જીલી, કેપકટ, ફેસયુ, Meitu, એલબીઈ ટેક, પરફેક્ટ કોર્પ, સીના કોર્પ, નેટીજ ગેમ્સ, અલીએક્સપ્રેસ, રેસો અને યુલાઈફ જેવી એપ સામેલ છે.

Share: