આઈસીસીએ વર્લ્ડ કપ સુપર લીગ ટુર્નામેન્ટની જાહેરાત કરી, જાણો ક્યારે રમાશે પ્રથમ મેચ

July 27, 2020
 158
આઈસીસીએ વર્લ્ડ કપ સુપર લીગ ટુર્નામેન્ટની જાહેરાત કરી, જાણો ક્યારે રમાશે પ્રથમ મેચ

આઈસીસીએ તાજેતરમાં વર્લ્ડ કપ સુપર લીગ ટુર્નામેન્ટની જાહેરાત કરી દીધી છે. ૩૦ જુલાઈથી ઇંગ્લેન્ડ અને આર્યલેન્ડ વચ્ચે શરુ થનારી ત્રણ મેચની વનડે સીરીઝની સાથે આઈસીસીના આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. પહેલા આ ટુર્નામેન્ટ મે ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૦ સુધી રમાવવાની હતી, પરંતુ કોવિડ-૧૯ ના કારણે આ ૩૯ જુલાઈથી શરુ થઈ રહી છે.

૨૦૨૩ આઈસીસી વર્લ્ડ કપની ક્વોલિફિકેશન માટે ૧૩ ટીમોની વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશે. તેમ છતાં હોસ્ટ નેશન હોવાના કારણે ભારતીય ટીમે ૨૦૨૩ વર્લ્ડ કપ માટે સીધું ક્વોલીફાઈર કરી લીધું છે.

આ ટુર્નામેન્ટમાં બધી ટીમને આઠ સીરીઝ રમવાની છે, જેમાં ચાર ઘરમાં ચાર સીરીઝ બહાર જઇને રમવી પડશે. આ લીગમાં દરેક સીરીઝ ત્રણ મેચની હશે, જેમાં જીતનારી ટીમને ૧૦ પોઈન્ટ મળશે, જ્યારે ટાઈ/પરિણામ ન મળવા પર પાંચ પોઈન્ટ મળશે.

આ ટુર્નામેન્ટ ૧૩ ટીમોની વચ્ચે રમાશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, આર્યલેન્ડ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ અને શ્રીલંકા સામેલ છે.

લીગ સ્ટેજ બાદ ભારત સિવાય સાત અને ટીમો ૨૦૨૩ આઈસીસી વર્લ્ડ કપ માટે સીધું ક્વોલીફાઈ કરી લેશે. તેના સિવાય બાકી હ્રેલી બે ટીમોની પસંદગી ૨૦૨૩ આઈસીસી વર્લ્ડ કપ ક્વોલીફાઈ દ્વ્રારા થશે. તેમાં આઈસીસી વર્લ્ડ કપ સુપર લીગના અંતિમ ૫ સ્થાન પર રહેનારી ટીમોને પણ તક મળશે.

આઈસીસી વર્લ્ડ કપ સુપર લીગમાં ભારતને પોતાના ઘરમાં અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે સીરીઝ રમાવવાની છે. તેના સિવાય બહાર જઈને ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે સીરીઝ રમવાની છે. આ દરમિયાન ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ, આર્યલેન્ડ અને નેધરલેન્ડ્સ સામે કોઈ સીરીઝ રમવાની નથી.

Share: