આ સરળ ટીપ્સની મદદથી ઘરે બનાવો કાજળ....

July 27, 2020
 285
આ સરળ ટીપ્સની મદદથી ઘરે બનાવો કાજળ....

જયારે પણ સુંદરતાની વાત આવે છે, ત્યારે એમાં આંખોનું વર્ણન જરૂર થાય છે. આંખોની સુંદરતાને વર્ણવવા માટે ઘણા ગીતો પણ બન્યા છે જેમકે, ‘તેરે મસ્ત મસ્ત દો નૈન...’ આ કામણગારી આંખોને હજુ પણ વધારે સુંદર અને આકર્ષક બનાવવાનું કામ કરે છે કાજળ. જો તમે વધારે મેકઅપ કરવાનું પસંદ નથી કરતા તો ફક્ત કાજળ લગાવીને પણ ગજબના સુંદર લાગી શકો છો. આપણામાંથી ઘણી એવી છોકરીઓ પણ છે, જે વગર કાજળના ઘરેથી નીકળવાનું પસંદ નથી કરતી. પરંતુ જો આ સમયમાં તમે મારકેટમાં મળતા કાજળથી બચવા માંગો છો. તો અમે આ લેખમાં તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરે જ થોડાક આસન સ્ટેપ્સ ફોલો કરીને કાજળ બનાવી શકો છો.

૧ વાટકી દેશી ઘી

દીવા માટે દિવેટ

એક કાંસાની થાળી

હવે તમે એક વાટકી કે દીવાને લઈને એમાં દીવેટને લાગાવવાની છે અને બંને બાજુથી પકડીને ઘીમાં સારી રીતે દુબાળી ને મૂકી દો. હવે જયારે દિવેટ સારી રીતે ઘીમાં ડૂબી જાય તો સળગાવી લો. એની ઉપર કાંસાની થાળી એવી રીતે મુકો કે થાળીનો અડધો ભાગ દિવેટ ઉપર અને અડધો જમીન પર આવે. આ રીતે થાળી દીવાને થોડો ઢાંકી લેશે.

હવે આમજ દીવાને સળગતો છોડી દો. હવે આ બધુ એમજ છોડી દો. લગભગ ૩-૪ કલાકમાં થાળી પર કાજળ જામી જશે. હવે આને સાફ ચાકુથી નીકળીને એક સાફ શીશીમાં ભરીને રાખી લો. જરૂરત અનુસાર સાફ આંગળીથી લઈને આંખોમાં લગાવો કેમિકલ રહિત કાજળ.

Share: