ચીની ઉત્પાદનોના વિરોધ વચ્ચે એલજી કંપનીએ એ લીધો મોટો નિર્ણય, અનેક સ્માર્ટફોન ભારતમાં કરશે લોન્ચ

July 28, 2020
 809
ચીની ઉત્પાદનોના વિરોધ વચ્ચે એલજી કંપનીએ એ લીધો મોટો નિર્ણય, અનેક  સ્માર્ટફોન ભારતમાં કરશે  લોન્ચ

દક્ષિણ કોરિયાઈ કંપની એલજી એક સાથે ઘણા નવા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. લીક્સમાં નવા એલજી કયું૯૨ ફોનની જાણકારી સામે આવી છે. આ ફોનની ગુગલ પ્લે કંસોલ અને બ્લુટુથ એસઆઈજી લીસ્ટીંગ સામે આવી છે. આની સાથે એલજી ભારતીય બજારમાં જલ્દી નવા બજેટ ફોન એલજી કે૪૨ અને એલજી કે૨૨ ઉતારી શકે છે.એની પણ જાણકારી ગુગલ પ્લે કન્સોલની લીસ્ટીંગમાં સામે આવી છે. ચાલો જાણીએ આ ફોન્સના શું હોઈ શકે છે ફીચર્સ...

લીસ્ટીંગ માં આવેલી જાણકારી અનુસાર, એલજી ક્યુ૯૨ ફોનમાં ૬જીબી રેમની સાથે ૭૬૫જી પ્રોસેસર હોઈ સકે છે. આની પિક્ષલ ડેન્સીટી ૪૨૦ પિક્ષલ પ્રતિ ઇંચ હશે. આ ફોનમાં એડ્રોઈડ ૧૦ ઓપરેટીંગ સિસ્ટમ હોઈ સકે છે. લીસ્ટીંગમાં ફોનને ક્વાલ્કોમ સ્નેપડ્રેગન ૭૬૫જી ચીપસેટ ની સાથે દેખાડવામાં આવ્યું છે, એન્ડ્રો ૬૨૦ જીપીયુંની સાથે આવશે. આ ફોનમાં ૬જીબી રેમની સાથે અન્ય વિકલ્પ પણ હોઈ સકે છે. લીસ્ટીંગમાં દેખાડવામાં આવેલ ફોટોના અનુસાર ફોનમાં સેન્ટર પર સેલ્ફી કેમેરાના માટે કટઆઉટ આપવામાં આવશે. આ ફોનમાં એમોલેડ ની જગ્યાએ એક એલસીડી ડિસ્લેપર હોઈ શકે છે. આને બ્લુટુથ એસઆઈજી સર્ટિફિકેશન સીટ પર પણ લિસ્ટ કરવામાં આવ્યું છે.

એલજી ભારતીય બજારમાં બજેટ ફોન એલજી કે૪૨ અને એલજીના કે૨૨ લોન્ચ કરી શકે છે.આનાથી બજેટ સેન્ગમેટ માં ચીની ફોન શાઓમી અને રીયાલ્મી ને ટક્કર આપી સકે છે, સાથે જ યુઝરને ચીનના ફોન કરતા સારા એવા ફોનના નવા વિકલ્પ પણ મળી શકે છે. આ બંને ડીવાઇસ ની જાણકારીના અનુસાર, એલજી કે૨૨ ફોન માં યુઝરને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે મળી શકે છે.એલજી કે૪૨ ફોન ને મીડિયા ટેક હિલીયો પી૨૨ પ્રોસેસરની સાથે હાજર કરવામાં આવી શકે અને એમાં ત્રણ જીબી રેમનો વિકલ્પ પણ હોઈ શકે. આ ફોન એન્ડ્રોઈડ ૧૦ ઓપરેટીંગ સીસ્ટમની સાથે આવી શકે છે. તેજ એલજી કે૨૨ કંપનીનું એન્ટ્રી લેવલ ફોન હોઈ શકે છે. આ ફોનને ક્વાલ્કોમ કે કયું ૨૧૫ પ્રોસેસર ની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. અને આમાં યુઝરને ૨જીબી રેમનો વિકલ્પ મળી શકે છે.

Share: