નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવું બોલ્યા કે, વિશ્વાસ જ ન આવે.

August 22, 2019
 965
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવું બોલ્યા કે, વિશ્વાસ જ ન આવે.

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યાં બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં છે. ભેજયુક્ત વાતાવરણને કારણે અમદાવાદ સહિત આખાય રાજ્યમાં મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે. ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અત્યારે શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેકશનના હજારો કેસો નોંધાયા છે. માત્ર અમદાવાદ શહેરોમાં જ ૧૫ હજારથી વધુ દર્દીઓ હશે. આજ પ્રમાણે સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે.

આ પરિસ્થિતિમાં રાજ્ય આરોગ્ય વિભાગ રોગચાળાને નાથવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એવું કહ્યું કે, સામાન્ય તાવ એ રોગચાળાની વ્યાખ્યાંમાં ન આવે. આરોગ્ય વિભાગે ૯.૭૪ લાખ લોકોના લોહીના સેમ્પલ લીધાં તેમાંથી ૧૬૩૧ ને મેલેરિયા હોવાનો જણાવ્યું છે. જયારે ૩૪૬ ને ડેન્ગ્યુ થયો છે.

Share: