ગુજરાતમાં રોગચાળો વકર્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યનું બેજવાબદારી ભર્યું નિવેદન, જુઓ શું કહ્યું.

August 22, 2019
 983
ગુજરાતમાં રોગચાળો વકર્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યનું બેજવાબદારી ભર્યું નિવેદન, જુઓ શું કહ્યું.

ગુજરાતમાં ચારેકોર રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. આરોગ્ય વિભાગ રોગચાળાને કાબુમાં રાખવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ત્યારે ભાજપના ધારાસભ્યે પણ સરકારનો બચાવ કરતાં એવો બફાટ કર્યો છે કે, ચારેકોરથી ફિટકાર વરસી રહી છે.

ગઈકાલે રાજકોટમાં બિમારીને લીધે ત્રણ બાળકોના મોત થયાં હતા. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં રોગચાળો વકર્યો છે ત્યારે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે બેજવાબદારી ભર્યું નિવેદન કર્યું કે, જીવન-મરને આપણા હાથમાં નથી.ભગવાનના હાથમાં છે. બિમારી એ માત્ર નિમિત બને છે. રોગચાળો બેકાબુ બનવા પાછળ આરોગ્ય વિભાગની નિષ્ફળતા ઢાંકવા ભાજપના ધારાસભ્યના આ નિવેદનની ભારે ટીકા થઇ રહી છે.

Share: