સ્પીક ફોર ડેમોક્રેસી: રાહુલ ગાંધીની અપીલ આવો એકજૂથ થઈને લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવીએ

July 28, 2020
 674
સ્પીક ફોર ડેમોક્રેસી: રાહુલ ગાંધીની અપીલ આવો એકજૂથ થઈને લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવીએ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્પીક ફોર ડેમોક્રેસી અભિયાન અંતર્ગત એક વિડીયો ટ્વીટ કર્યો છે. જેમાં કહેવામા આવ્યું છે કે સમગ્ર દેશ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. તેવા સમયે ભાજપ શરમજનક હરકતો અને ષડયંત્ર રચવામા વ્યસ્ત છે.રાહુલ ગાંધીએ કહ્યું કે આવો સ્પીક ફોર ડેમોક્રેસી અભિયાન અંતર્ગત લોકતંત્રને મજબુત કરવા માટે અવાજ ઉઠાવીએ. રાહુલ ગાંધીએ ટ્વીટ કરેલા વીડિયોમાં બતાવવામા આવ્યું છે કે કેવી રીતે આખો દેશ કોરોના જેવી જીવલેણ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. તે જ સમયે આ રોગચાળામાં પણ ભાજપ શરમજનક હરકતો અને ષડયંત્ર રચવામા વ્યસ્ત છે.

વીડિયોમાં કહેવામા આવ્યું છે કે જ્યારે આખો દેશ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ભાજપ આ મુશ્કેલ સમયમાં લોકશાહીની હત્યા કરવામાં વ્યસ્ત છે. વીડિયોમાં આગળ કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૮ માં રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને રાજ્યમાં બહુમતી આપી હતી, પરંતુ ભાજપ કોંગ્રેસની ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે અને સરકારને પાડવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં પણ આવી જ ભાજપે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું અને સરકારને પાડી દીધી હતી અને હવે ભાજપ રાજસ્થાનમાં લોકશાહીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અમારી માંગ છે કે ભાજપે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ આવી પ્રવુતિ બંધ કરવી જોઈએ, અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે આગળ આવો અને લોકશાહી માટે તમારો અવાજ ઉઠાવો.

Share: