જોકોવિચ અને ઓસાકા યુએસ ઓપનમાં ટોચના સ્થાને

August 22, 2019
 238
જોકોવિચ અને ઓસાકા યુએસ ઓપનમાં ટોચના સ્થાને

દુનિયાના નંબર વન ટેનીસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવીચ અને જાપાનની નાઓમી ઓસાકાને સોમવારથી શરૂ થઈ રહેલી યુએસ ઓપન માટે ટોપનું સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષના અંતિમ ગ્રાંડ સ્લેમ ટેનીસ ચેમ્પિયનશીપમાં આ બંને ખેલાડી ડીફેન્ડીંગ વિજેતા પણ છે.

ત્રણ વખતના ચેમ્પિયન નોવાક જોકોવીચે વર્ષના ત્રીજા ગ્રાંડ સ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલડનમાં ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. પુરુષોના વર્ગમાં ૨૦૧૭ ના વિજેતા રાફેલ નડાલને બીજી સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ૨૦ વખતના ગ્રાંડ સ્લેમ ચેમ્પિયન સ્વિસ દિગ્ગજ રોઝર ફેડરરને ત્રીજુ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થીમ, રશિયાના ડેનીલ મેદવેદેવ અને જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરિવ છે. પુરુષ વર્ગમાં ભૂતપૂર્વ ચેમ્પિયનો ક્રોએશિયાના મારીન સિલીચ (૨૦૧૪) ને ૨૨ મી અને સ્વિટ્ઝરલેંડના સ્ટેનિસ્લાસ વાવરિન્કા (૨૦૧૬) ને ૨૩ મુ સ્થાન આપવામાં આવ્યું છે.

મહિલાઓમાં ફ્રેંચ ઓપન ચેમ્પિયન એશ્લે બાર્ટીને ઓસાકા બાદ બીજું સ્થાન આપવામાં આવ્યું છે. ચેક ગણરાજ્યની કેરોલીના પિલ્સ્કોવા ત્રીજા અને વિમ્બલડન ચેમ્પિયન સિમોના હાલેપ ચોથા સ્થાન પર છે. અમેરિકી દિગ્ગજ સેરેના વિલિયમ્સનને આઠમું સ્થાન આપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ચેમ્પિયન અમેરિકાની સલોન સ્ટીફેંસને ૧૧ મી અને ૨૦૧૬ ની ચેમ્પિયન એંજેલીક કર્બરને ૧૪ મુ સ્થાન આપવામાં આવ્યું છે.

Share: