...ફ્રાંસથી ૭૦૦૦ કિલોમીટરની હવાઈ સફર કરીને ભારત પહોંચશે રાફેલ લડાકુ વિમાન

July 28, 2020
 701
...ફ્રાંસથી ૭૦૦૦ કિલોમીટરની હવાઈ સફર કરીને ભારત પહોંચશે રાફેલ લડાકુ  વિમાન

લદ્દાખમા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સે પાંચ રાફેલ વિમાન ભારત માટે રવાના કરી દીધા છે. જે ૨૯ જુલાઈના રોજ ભારત પહોંચાવાનું છે. ફ્રાંસ સ્થિત ભારતીય દુતાવાસે એક નિવેદનમા જણાવ્યું કે આ પગલાથી ભારતને પોતાની વાયુ શકિત અને રક્ષા તૈયારીઓને મજબુત કરવા બદલ મહત્વપૂર્ણ પગલું ઉઠાવવા સક્ષમ બનાવશે. ફ્રાંસીસી દુતાવાસે કહ્યું કે આ મજબુત અને વધતા ભારત ફ્રાંસ રક્ષા સહયોગ માટે એક નવો આયામ છે.

દ સોલ્ટ દ્વારા નિર્મિત રાફેલ લડાયક વિમાનો સોમવારે ફ્રાંસના બોડરે મેરેનીક એરબેસ પરથી ભારત માટે ઉડાન ભરી હતી. ફ્રાંસમા ભારતના રાજદૂત જાવેદ અશરફ રાફેલ જેટ વિમાનને રવાના કરવાના પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી રાફેલના બે સ્ક્વાડન ભારતીય વાયુસેનામા અને ભારતની સૈન્ય ક્ષમતામાઓને મજબુત કરશે.

આ વિમાન ફ્રાંસથી ભારત વચ્ચે અંદાજે ૭૦૦૦ કિલોમીટરની સફર તય કરશે. તેમજ માત્ર ઇંધણ ભરવામા એક પડાવમા અબુધાબીમા રોકાશે.

Share: