જન્માષ્ટમી પૂર્વે રાજકોટમા લોકમેળાનો આજથી પ્રારંભ, સઘન સુરક્ષા વ્યવસ્થા

August 22, 2019
 1259
જન્માષ્ટમી પૂર્વે રાજકોટમા  લોકમેળાનો આજથી પ્રારંભ, સઘન સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને જન્માષ્ટમી પૂર્વે રાજકોટમા લોકમેળાનો આજથી પ્રારંભ થશે.જેમાં પણ રાજકોટ એક ખાસ ઓળખ અને લોકપ્રિયતા ધરાવતો રાજકોટનો લોકમેળામાં હજારો લોકો, પરિવારો ખાસ કરીને યુવા પેઢી, બાળકો, વગેર સાંસ્‍કૃતિક કાર્યક્રમો જોવા, અવનવી રાઇડઝનું મનોરંજન, આનંદ માણવા તથા અનેરો ઉત્‍સાહ સાથે હરવા-ફરવા આવશે. પાંચ દિવસ સુધી લોકમેળો લાખો લોકોને મનોરંજન પુરૃ પાડશે.

જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા અને લોકમેળામાં મોજ માણવા લોકોમાં થનગનાટ છે. આ વર્ષે લોકમેળામાં ૧૫થી ૨૦ લાખ લોકો મૂલાકાત લે તેવો તંત્રનો અંદાજ છે. લોકમેળામાં ૧૫થી ૨૦ લાખ લોકો ઉમટવાનો અંદાજ, ૧૭ સી.સી.ટી.વી. કેમેરા મેળાની પળેપળ કેદ કરશે.

રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં આશરે ૭૦ હજાર ચો.મી. જગ્યામાં કલેકટર તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન સીએમ રૂપાણીના હસ્તે સાંજે ૬ વાગે કરવામા આવશે. આ મેળામા પ્રવાસ માટે ૪ એન્ટ્રી ગેટ બનાવવામા આવ્યા છે. મેળામા રાઈડને લઈને ખાસ સાવચેતી રાખવામા આવી છે. તેમજ મેળામા ગગનચુંબી રાઈડસ, મોતનો કુવો અને જાદુગરના આકર્ષણ પણ જમાવવામા આવ્યા છે.

લોકમેળો સવારે ૮થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે, મેળા દરમ્યાન અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે તથા ભેળસેળ પકડવા ઓન લાઈન ટેસ્ટીંગ ફૂડ શાખા દ્વારા કરવામાં આવશે. ચિજ વસ્તૂઓનાં વધુ ભાવ પડાવવામાં ન આવે તે માટે તોલમાપ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મેળામાં કોઈને ઈમરજન્સી સારવારની જરૃરત ઊભી થાય તેવી સ્થિતિમાં તબીબોની ટીમ સાથે ત્રણ મેડિકલ વાન એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. ત્રણ સ્થળોએ ફાયર ફાઈટર તૈનાત રખાશે. બે બૂલેટ ફાયટરને પણ મૂકવામાં આવશે.

લોકમેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને લોકો શાંતિપૂર્વક મેળો માણી શકે તે માટે એક હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. તમામ દરવાજે ડોર ફ્રેમ મેટલ ડિરેકટર મૂકાશે. શંકાસ્પદ પદાર્થોનાં ચેકિંગ માટે ટીમ મૂકાશે. એસ.આર.પી.ની ત્રણ કંપનીઓ તૈનાત રહેશે. કુલ ૧૭ જેટલા સીસીટીવી કેમેરા મારફત મેળાની પળેપળને કેદ કરવામાં આવશે.લોકમેળાનું આયોજન સૂપેરે પાર પડે તે માટે કુલ ૯૦ જેટલો સ્ટાફ રોકવામાં આવ્યો છે. દરરોજ રાત્રે ૨૫૦ જેટલા સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવશે.

Share: