રાજસ્થાનમા રાજકીય અસમંજસની સ્થિતિ, વિધાનસભાનું સત્ર મળશે કે નહીં

July 28, 2020
 952
રાજસ્થાનમા રાજકીય અસમંજસની સ્થિતિ, વિધાનસભાનું  સત્ર મળશે કે નહીં

રાજસ્થાનમા છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલુ રાજકીય ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ મામલો પરત આવ્યા બાદ હવે આ લડાઈ રાજયપાલ વિરુદ્ધ સરકાર બની ગઈ છે. જેના પગલે આજે ફરી એક વાર કેબીનેટની બેઠક મળી છે. જેમાં વિધાનસભાનું સત્ર બોલવવાનો પ્રસ્તાવ મંજુર કરવામા આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તરફથી રાજયપાલ કલરાજ મિશ્રાને બે વાર વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ મોકલવામા આવ્યો હતો. જેને બંને વાર રાજયપાલ કલરાજ મિશ્રએ સવાલો સાથે પ્રસ્તાવ પરત મોકલી દીધો હતો.તેમજ આજે ફરી વિધાનસભા બોલાવવાના પ્રસ્તાવ પર રાજયપાલ શું પ્રતિક્રિયા આપે છે તેની પર સૌનીની નજર ટકી છે.

રાજસ્થાનના ગર્વનર કલરાજ મિશ્રાએ કહ્યું કે ગહેલોત સરકારે સત્ર બોલાવવા પૂર્વે ૨૧ દિવસની નોટીસ આપવી જોઈએ. તેમજ સત્ર દરમ્યાન સોશિયલ ડીસટન્ટના નિયમોના પાલન અને વિશ્વાસ મત પરીક્ષણ માટે અમુક શરતોનું પાલન કરવું જોઈએ.

જેને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજસ્થાનના ગર્વનર ૨૧ દિવસની નોટીસ બાદ સત્ર બોલાવવા મંજુરી જયારે મધ્ય પ્રદેશમા ગર્વનરને રાત્રે ૧ વાગે પત્ર લખાયો અને ૬ કલાકમા સવારે ૧૦ વાગે સત્ર બોલાવવાનો નિદેશ. સરકાર પાડ્યા બાદ લોકડાઉનની જાહેરાત સત્ય વિરુદ્ધ સત્તા

ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે રાજસ્થાનમા સતત ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે સીએમ અશોક ગહેલોતે રાજય પાલના વર્તનને લઈને પીએમ મોદી સાથે ટેલીફોન પર વાત કરી છે. આ બાબત સીએમ ગહેલોતે મીડિયાને આપી છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર મે ગઈકાલે પીએમ મોદી સાથે વાત કરી અને રાજયપાલ કલરાજ મિશ્રાના વર્તન અંગે પણ અવગત કરાવ્યા હતા. તેમજ સાત દિવસ પૂર્વે લખેલા પત્ર અંગે પણ જાણકારી આપી હતી.

રાજસ્થાનમા ગહેલોત સરકાર અને રાજભવન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સમગ્ર દેશમા કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અભિયાન હેઠળ દરેક રાજયમા રાજભવન સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.રાજસ્થાનમા સત્ર બોલાવવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજયપાલ કલરાજ મિશ્રએ ફરી એક વાર ગહેલોત કેબીનેટની વિધાનસભા સત્ર બોલાવવાના ઠરાવને નકારી દીધો છે. તેમજ આ ફાઈલને સંસદીય મંત્રાલયને પરત મોકલી દીધી છે. જેને લઈને વિવાદ વધુ ધેરાયો છે

Share: