રાજસ્થાન મુદ્દે પ્રિયંકા ગાંધીનો બીએસપી પર વાર, કહ્યું વ્હીપ લોકતંત્રના હત્યારાઓને ક્લીન ચીટ

July 28, 2020
 971
રાજસ્થાન મુદ્દે પ્રિયંકા ગાંધીનો બીએસપી પર વાર, કહ્યું  વ્હીપ લોકતંત્રના હત્યારાઓને ક્લીન ચીટ

રાજસ્થાનમા સતત ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આડકતરી રીતે માયાવતીની બહુજન સમાજ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી ને લખ્યું છે કે ભાજપના અધોષિત પ્રવક્તાઓ એ ભાજપને મદદ કરવા માટે વ્હીપ જાહેર કર્યો છે. પરંતુ આ વ્હીપ નહીં પરંતુ લોકતંત્ર અને બંધારણની હત્યા કરનારા લોકોને ક્લીનચીટ છે.

રાજસ્થાનમા સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી સત્તાની લડતમાં બીએસપીએ કોંગ્રેસના સામેલ થયેલા પોતાના ૬ ધારાસભ્યોને કોંગ્રેસને મત ન આપવા માટે બે દિવસ પહેલા વ્હીપ જાહેર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે જો વ્હીપનો અનાદર કરવામા આવશે તો તેમને અયોગ્ય જાહેર કરવામા આવશે. જેના પગલે રાજસ્થાનની ગહેલોત સરકારની મુશ્કેલીમા વધારો થયો છે.

આ દરમ્યાન રાજસ્થાનના સીએમ અશોક્ ગહેલોતની અધ્યક્ષતામા મળેલી કેબીનેટ બેઠકમા ૩૧ જુલાઈના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવા માટેનો પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો છે. તેમજ આ અંગે તે હવે રાજયપાલને આ પ્રસ્તાવ મોકલશે.

આ પૂર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તરફથી રાજયપાલ કલરાજ મિશ્રાને બે વાર વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ મોકલવામા આવ્યો હતો. જેને બંને વાર રાજયપાલ કલરાજ મિશ્રએ સવાલો સાથે પ્રસ્તાવ પરત મોકલી દીધો હતો.

રાજસ્થાનના ગર્વનર કલરાજ મિશ્રાએ કહ્યું કે ગહેલોત સરકારે સત્ર બોલાવવા પૂર્વે ૨૧ દિવસની નોટીસ આપવી જોઈએ. તેમજ સત્ર દરમ્યાન સોશિયલ ડીસટન્ટના નિયમોના પાલન અને વિશ્વાસ મત પરીક્ષણ માટે અમુક શરતોનું પાલન કરવું જોઈએ.

જેને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજસ્થાનના ગર્વનર ૨૧ દિવસની નોટીસ બાદ સત્ર બોલાવવા મંજુરી જયારે મધ્ય પ્રદેશમા ગર્વનરને રાત્રે ૧ વાગે પત્ર લખાયો અને ૬ કલાકમા સવારે ૧૦ વાગે સત્ર બોલાવવાનો નિદેશ. સરકાર પાડ્યા બાદ લોકડાઉનની જાહેરાત સત્ય વિરુદ્ધ સત્તા

Share: