કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ની ભૂમિકા ખુલ્લી પડતી જાય છે

August 22, 2019
 1003
કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ની ભૂમિકા ખુલ્લી પડતી જાય છે

પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાન ગયા મહિને અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જ એક નિવેદન કરવામાં આવ્યું હતું કે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને કહ્યું છે. જે સમગ્ર દેશ વિદેશ માં જાહેર થયું હતું અને ત્યાર બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર ભારત ના વિપક્ષ નેતા ઓ દ્વારા વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કરતી વખતે ઓન પેપર લખી ને નક્કી કરવામાં આવ્યું હતું કાશ્મીર વિશે જે મુદ્દે બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભવિષ્ય માં પણ બન્ને દેશો જ કાશ્મીર મુદ્દે સાથે બેસીને વાત ચીત કરીને ઉકેલ લાવશે અને ક્યારેય પણ ત્રીજા દેશ ની મધ્યસ્થી ને વચ્ચે બોલાવવા મા નહી આવે.

પણ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ નિવેદન આપી દેવાયું કે મને નરેન્દ્ર મોદીએ મધ્યસ્થી બનવા માટે કહ્યું છે. વિપક્ષ ના નેતા ઓ એ નરેન્દ્ર મોદી ને પૂછેલા સવાલો નો કોઈ પણ જવાબ નરેન્દ્ર મોદીએ હજી સુધી અપ્યો નથી પાણ નવા સવા આવેલા વિદેશ મંત્રી જય શંકરે ઉતાવળ મા નરેન્દ્ર મોદીના બચાવ માટે કીધું છે કે નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ ને આવું કશું લીધું નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એવું કહેવામા આવ્યુ નથી કે હું ખોટું બોલ્યો છું મતલબ કે બંને દેશો ના વડાઓ માંથી એક જણ તો ખોટું બોલ્યા જ છે.

આ બનાવ બન્યા ના થોડા સમય બાદ ભારત સરકાર તરફ થી તાત્કાલિક ધોરણે હિંદુઓ ની અમરનાથ યાત્રા ને રોકી દેવામાં આવી અને વચ્ચે થી જ અમરનાથ આવતા યાત્રાળુ ઓ ને પોતાના ઘેર પરત જવાનો આદેશ આપવામાં આવ્યો અને ખોટી નિવેદનના આપવામાં આવ્યું હતું કે અમરનાથ યાત્રા ના રસ્તા પર પાકિસ્તાન મેક ના હથિયાર મળ્યા છે. વધુ મા અમરનાથ ના રસ્તા ના નામે જમ્મુ કાશ્મીરમાં હજારો સૈનિકો ખડકી દેવામાં આવ્યા અને 5 ઓગસ્ટ ના રોજ રાજસભા માં ગૃહ મંત્રી અમિત શાહે ૩૭૦ ની કલમ ના ૨ અને ૩ નંબર ના ખંડ ને નાબૂદ કરવા નું એલાન કર્યું રાજસભા અને લોકસભા મા કાયદો પસાર થતાં જ રાષ્ટ્રપતિ એ પણ મંજૂરી ની માહોર મારી દિધી. આ પગલાં પછી હું માની રહ્યો છું કે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની વાત મા નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવી ગયા છે જાણે ફસાઈ ગયા છે.

ઉતાવળ કરી ને તેમને ૩૭૦ ની કલમ હતાવ્યા બાદ પાકિસ્તાન સરકારે પોતાની રીતે પણ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની સૂચના મુજબ સમાગ્ર મુસ્લિમ દેશો ના ફોરમ અને મુસ્લિમ દેશો ને વચ્ચે પડવા ની વાત કરી ને આ કાશ્મીર મુદ્દા ને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દિધો છે. જેની સુનાવણી કરવામાં માત્ર યુનો ની દરમિયાન ગિરિ ની કોઈ પણ પ્રકારની જરૂર નહોતો તે સિમલા કરાર થી વિરુદ્ધ પણ યુનો એ જાહેર મા નહિ પણ બંધ બારણે કાશ્મીર મુદ્દે વાત ચીત સાંભળી છે તે ભારત દેશ માટે સારી ના કહેવાય. અને આજની તારીખે કાશ્મીર ઘાટી ના વિસ્તાર મા નાગરિકો પણ પૂરા ગુસ્સા માં છે.

એક તરફ પાકિસ્તાન સરકાર પોતાની લુચ્ચાઈ નું પ્રદર્શન કરી રહ્યું છે ૧૪ ઓગસ્ટ ના રોજ પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા તેમની સંસદ મા જે નિવેદન નરેન્દ્ર મોદી અને ભારત માટે કહેવામાં આવ્યું તેનો બેવડો જવાબ પણ નરેન્દ્ર મોદી એ કેમ આપ્યો નથી તે પણ વિચારવા જેવી વાત છે. વળી પાછું અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર એવું નિવેદનના આપવામાં આવ્યું છે કે ફ્રાંસ માં જી સમિટ ની મીટીંગ યોજાઈ છે ત્યારે હું નરેન્દ્ર મોદી ને મલી ને કાશ્મીર મુદ્દે વાત કરીશ. ત્યારે મારા માનવા મુજબ નરેન્દ્ર મોદીએ આ લુચ્ચા અમેરિકા દેશ ના પ્રમુખ સાથે કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની વાતો કરાય જ નહી.

કારણ કે નરેન્દ્ર મોદી તો અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની સામે તમામ બાબતે જુનિયર જ ગણાય અને કોઈ વાત મા નરેન્દ્ર મોદી ને રાજકીય રીતે ફસાવી દે તેવું કરી શકે છે વધુમાં આખી દુનિયાને જાણે છે કે લુચ્ચાઈ અને ખોટું બોલવા અને કરવા મા અમેરિકા સૌથી આગળ છે પ્રથમ નંબરે મહાસત્તા હોવાના કારણે અમેરિકા ધાર્યું કામ કરાવવા માટે પ્રખ્યાત છે તેથી જ હું લખી રહ્યો છું કે નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ની વાત મા આવી ગયા હશે અને ક્યાંક ને ક્યાંક કાચું કાપી બેઠાં જ છે. તેના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ કહેશે તેમ જ નરેન્દ્ર મોદી ને કરવું પડશે તેવું હું માની રહ્યો છું.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: