બીએસએનએલે પ્રસ્તુત કર્યો નવો રીચાર્જ પ્લાન પીવી-૪૯ જેમાં મળશે ૧૮૦ દિવસની વેલીડીટી

August 22, 2019
 1313
બીએસએનએલે પ્રસ્તુત કર્યો નવો રીચાર્જ પ્લાન પીવી-૪૯ જેમાં મળશે ૧૮૦ દિવસની વેલીડીટી

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે નવો રીચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો છે. તેમ છતાં આ પ્રીપેડ રીચાર્જ હજુ માત્ર મધ્યપ્રદેશ રાજ્ય માટે જ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ રીચાર્જ પ્લાનને ૨૦ ઓગસ્ટથી પ્રસ્તુત કરી દેવામાં આવ્યો છે. આ રીચાર્જ પ્લાનમાં ડેલી નેશનલ અને લોકલ કોલિંગ માટે ૨૫૦ મીનીટોની ફ્રી લીમીટ આપવામાં આવશે. આ પ્લાનની ફ્રી કોલિંગ વેલીડીટી કુલ ૯ દિવસ સુધી રહેશે.

૯ દિવસની વેલીડીટી સમાપ્ત થયા બાદ યુઝર્સ પર ૪૦ પૈસા/મીનીટના દરથી ચાર્જ લાગશે. આ પ્લાનની વેલીડીટી કુલ ૧૮૦ દિવસની છે જે દરમિયાન ઇનકમિંગ આવતી રહેશે. આ રીચાર્જ પ્લાનમાં ૧૫ દિવસ માટે ગ્રાહકોને ૧ જીબી ડેટા પણ મળશે. એક વખત ડેટા સમાપ્ત થઈ જવા પર બીએસએનએલ યુઝર્સને મોબાઈલ ડેટાના ઉપયોગ કરવા માટે ડેટા ટોપ-અપ રીચાર્જ કરાવવું પડશે.

આવી રીતે કોલ માટે યુઝર્સને કોલ કરવા અને પ્રાપ્ત કરવા માટે ટોપ-અપ રીફીલ કરવું પડશે. બીએસએનએલના ઉચ્ચ સુત્રોથી જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશમાં ટ્રાયલ સફળ થયા બાદ આ PV-49 રિચાર્જ પ્લાનને અન્ય રાજ્યોમાં પ્રસ્તુત કરવામાં આવશે.

ઉલ્કેલેખનીય છે કે, બીએસએનએલે પોતાના ૧૦૯૮ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો હતો. આ પ્લાનમાં યુઝર્સને ૩૭૫ જીબી ડેટા ઉપયોગ કરવા મળે છે અને તેની વેલીડીટી ૭૫ દિવસની કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આ પ્લાનમાં યુઝર્સને ૮૪ દિવસો માટે અનલીમીટેડ ડેટા ઉપયોગ કરવા મળતો હતો. આ ફેરફાર દેશભરના બધા સર્કલ્સમાં કરવામાં આવ્યો છે.

ડેટા બેનીફીટ્સ સિવાય યુઝર્સને આ પ્લાનમાં દિલ્હી અને મુંબઈ સર્કલ સહિત દેશભરમાં અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા સિવાય દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ ૭૫ દિવસ માત મળે છે. ધ્યાનમાં રહે કે, આ પ્લાનમાં યુઝર્સ માટે કોઈ ડેલી લીમીટ સેટ કરવામાં આવી નથી.

Share: