આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠક રદ થઈ, આ કારણને લઈને રૂપાણીએ કર્યો નિર્ણય.

July 28, 2020
 603
આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠક રદ થઈ, આ કારણને લઈને રૂપાણીએ કર્યો નિર્ણય.

પાટનગર ગાંધીનગરમાં આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરી દેવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે રાજકોટ અને વડોદરાની મુલાકાતે પહોંચવાના છે જેના કારણે કેબિનેટની બેઠક રદ કરવાના નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં કોરોનાના કેશો શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યા છે.

અમદાવાદ પછી સુરત કોરોનાનું એપીસેન્ટર બન્યું હતું. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આ સ્થિતિને જોતા આવતીકાલે મુખ્યપ્રધાન રાજકોટ અને વડોદરાની મુલાકાત લેશે જ્યાં તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિને લઈને રિવ્યૂ બેઠક યોજશે. થોડાક દિવસો પહેલા જ મુખ્ય પ્રધાને સુરતની મુલાકાત લઇ અને કોરોનાની સ્થિતિને લઈ રિવ્યૂ બેઠક યોજી હતી.

Share: