હવામાનની માહિતી આપશે સરકારની આ નવી એપ

August 16, 2020
 987
હવામાનની માહિતી આપશે સરકારની આ નવી એપ

હવામાનમાં આવનારા ફેરફાર અને તેનાથી જોડાયેલ મહત્વની જાણકારી તમને પહોંચાડવા માટે સરકારે ખાસ મોબાઈલ એપને લોન્ચ કરી દીધી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રી હર્ષવર્ધને હવામાન આગાહી માટે મોસમ નામની આ એપને લોન્ચ કરી દીધી છે. તેને ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્સ ઇન્સ્ટીટયુટ ફોર સેમી-એરીડ ટ્રોપીક્સ, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર, પુણે અને ભારત હવામાન વિભાગ (આઈએમડી) એ સાથે મળી તૈયાર કર્યું છે.

એપ આપશે આવી રીતની જાણકારી

મોસમ એપને તમે એપ્પલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો અને તેને પ્લે સ્ટોર પરથી ઉપલબ્ધ કરી શકશો. આ એપ દ્વ્રારા તમે લગભગ ૨૦૦ શહેરોના તાપમાન, નમીનું સ્તર, હવાની ઝડપ અને દિશા સહિત હવામાન સંબંધિત અન્ય માહિતીની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

દિવસમાં આઠ વખત અપડેટ કરવામાં આવશે આ એપ

દિવસમાં આ એપને આઠ વખત અપડેટ કરવામાં આવશે. આ એપ દેશના લગભગ ૪૫૦ શહેરો માટે આગામી સાત દિવસના હવામાનની આગાહી પૂરી પાડશે. છેલ્લા ૨૪ કલાકની જાણકારી પણ એપ પર તમને મળશે.

Share: