ફોર્બ્સ યાદીમાં અક્ષય કુમાર બન્યા ચોથા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા

August 23, 2019
 245
ફોર્બ્સ યાદીમાં અક્ષય કુમાર બન્યા ચોથા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા

નેશનલ એવોર્ડ વિનર અભિનેતા અક્ષય કુમાર ફોર્બ્સની વર્લ્ડ હાઈએસટ પેડ અભિનેતા ૨૦૧૯ ની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. ફોર્બ્સ ડોટ કોમની યાદીના મુજબ અક્ષય કુમારે ૬૫ મીલીયન ડોલરની કમાણી કરી છે.

હોલીવુડ સ્ટાર ડ્વેન ‘રોક’ જોનસન ૧ જુન ૨૦૧૮ અને ૧ જુન ૨૦૧૯ ની વચ્ચે ૮૯.૪ મીલીયન ડોલર કમાણી કરી ૧૦ સૌથી હાઈએસ્ટ પેડ અભિનેતાની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે.

ઓસ્ટ્રેલીયન અભિનેતા ક્રીસ હેમ્સવર્થ ૭૬.૪ મીલીયન ડોલર સાથે બીજા સ્થાન પર છે. એવેન્જર્સ એંડગેમની શાનદાર કમાણી બાદ આ ફિલ્મના હીરો પણ હવે કમાણીમાં ટોપ-૧૦ માં પહોંચી ગયા છે. એવેન્જર સીરીઝની થોર સિવાય આયર્ન મેન સીરીઝના હીરો રોબર્ટ ડાઉની જુનીયર ત્રીજા નંબર પર છે. છઠ્ઠા નંબર પર કેપ્ટન અમેરિકા અને નવમાં નંબર પર આંટમેન સીરીઝના પોલ રુડ છે.

આ યાદીમાં જુન ૨૦૧૮ થી જુન ૨૦૧૯ સુધીનો સમયગાળો સામેલ છે. આ યાદીમાં જૈકી ચેન, એડમ સેંડલર અને વિલ સ્મિથ જેવા ઘણા મોટા નામ પણ છે. આ યાદીલમ અક્ષય કુમાર માત્ર ત્રણ સ્ટાર્સથી પાછળ છે અને તેમને મોટા-મોટા નામોને પાછળ છોડી દીધા છે.

Share: